જોસેફ બર્નાડ, નવી દિલ્હીઃ મોદી સરકાર વિપક્ષ સતત નવી નોકરી પેદા કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યું છે. એવામાં સરકાર હવે ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં નવી નોકરીઓ પેદા કરવા જઇ રહી છે. ગોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં 2022 સુધીમાં સરકાર 1 કરોડ નવી નોકરીઓ પેદા કરશે એટલે કે દર વર્ષે 25 લાખ યુવાનોને નોકરી મળી શકશે.
ગોલ્ડ ઇન્ડસ્ટ્રી પર રતન પી વાટલ કમિટીએ કરેલી ભલામણોને સરકાર લાગૂ કરવા જઇ રહી છે. જે અંતર્ગત સરકાર એક બાજુ ભારતમાં સોનાનું ટ્રેડિંગ સહેલું કરી દેશે તો બીજી બાજુ બુલિયન બેંક પણ બનાવશે, જેમાં ગોલ્ડન સેવિંગ્સ અકાઉન્ટ શરૂ કરવામાં આવશે. ગોલ્ડ કારોબાર માટે અલગ એક્સચેન્જ અને ભારતીય ગોલ્ડ કાઉન્સિલ પણ બનાવવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે સોના પર જીએસટી દર ઘટાડવામાં આવી શકે છે. અત્યારે 20 લાખથી વધુનું સોનું ખરીદવા પર 3 ટકા જીએસટી લાગ છે. ઉપરાંત સોનાની ઇમ્પોર્ટ ડ્યૂટી પર 2થી4 ટકાની કટૌતી કરવામાં આવશે. વાટલ કમિટિએ તાજેતરમાં પોતાનો રિપોર્ટ નાણા મંત્રાલયને સોંપ્યો હતો જેમાં દેશની જીડીપીમાં ગોલ્ડ ઇન્ડસ્ટ્રીનું યોગદાન વધારવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો.
વાટલ રિપોર્ટ મુજબ સરકાર જીડીપીમાં ગોલ્ડ ઇન્ડસ્ટ્રીની ભાગેદારી 3 ટકા કરવા માગે છે. ઉપરાંત તેમણે 2022 સુધીમાં જ્વેલરી એક્સપોર્ટને 2000 કરોડ ડૉલર સુધી પહોંચાડવાનો ઉદ્દેશ રાખ્યો છે. આનીથી નવી નોકરીઓ તો પેદા થશે જ સાથે ઉપરાંત સરાકર ગોલ્ડનો કારોબાર સહેલો કરવા માટે વિચારી રહી છે. જ્વેલરી સર્ટિફિકેટના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.
વિદેશી ક્રેડિટ કાર્ડથી જ્વેલરી ખરીદવાની છૂટ આપવામાં આવશે અને ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે. ઉપરાંત એક ગોલ્ડ બોર્ડ બનાવવામાં આવશે, જે ગોલ્ડ સેક્ટરની સમીક્ષા કરશે. નાણા મંત્રાલય સહિત આર્થિક મંત્રાલયો સાથે જોડાયેલા તમામ મંત્રાલયોના પ્રતિનિધિઓ આ બોર્ડના સભ્ય હશે. રિપોર્ટમાં કહ્યું કે ભારતને ગોલ્ડ હબ બનાવવા પર ફોકસ કરવું પડશે.
પીપી જ્વેલર્સના વાઇસ ચેરમેન પવન ગુપ્તાનું કહેવું છે કે ગોલ્ડનો સૌથી વધુ વપરાશ ભારતમાં થાય છે. જો સોનાનો કારોબાર સહેલો કરી દેવામાં આવશે તો નિશ્ચિત રીતે તેનો વ્યાપાર વધશે અને તેથી જ નવાં રોજગાર પણ ઉભાં થઇ શકશે. ગમે તેવા મુશ્કેલીના સમયે કામ આવી શકે તેટલા માટે લોકો સોનું ખરીદતા હોય છે.