- મહેસાણા વિજાપુરનાં લાડોલ ગામમાં બે જૂથ વચ્ચે યુવતીની છેડતી બાબતે અથડામણ, અથડામણ બાદ બન્ને જુથ દ્રારા સામસામે પથ્થમારો, પોલીસે બે ટીયરગેસના સેલ છોડી ટોળાને વિખેર્યુ, કોઈને ઇજા નહીં, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- રાજકોટ વીરપુરના પીઢડિયા હાઈ-વે પાસેથી વિદેશી દારૂ ઝડપવાનો મામલો, 2 ટ્રકમાંથી કુલ 2492 પેટી દારૂ ઝડપાયો, ટ્રક અને દારૂ સહિત કુલ 1 કરોડ 51 લાખનો મુદ્દામાલ જપ્ત, પાંચ આરોપીઓ ઝડપાયા,9 આરોપીઓની શોધખોળ શરૂ
- વાપી સલવાવ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક સેવકે કરી આત્મહત્યા, સંકુલમાં જ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા, ડુંગરા પોલીસે હાથ ધરી તપાસ
- અમદાવાદ CBSC ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, તારીખ 5 માર્ચ થી 13 એપ્રિલ સુધી યોજાશે પરીક્ષા, સમગ્ર દેશમાંથી 28.24 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ધોરણ 10ના 16.38 લાખ જ્યારે ધોરણ 12ના 11.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- વડોદરા જય અંબે સ્કૂલના વિદ્યાર્થીના મોતનો મામલો, પોલીસની મંજૂરી વિના યોજાઈ હતી સાયકલોથોન, વિદ્યાર્થીનું બસની અડફેટે મોત થયું હતું , વાલીમંડળે સંચાલકો સામે પગલા ભરવાની કરી માગ
સંચાલકોના વિરોધમાં યોજાઈ કેન્ડલ માર્ચ, શાળાને કાયમ માટે બંધ કરાવવા કરશે રજુઆત - અમદાવાદ વટવા શાહીલ ઇન્ડસ્ટ્રીમાં ભઠ્ઠીમાં બ્લાસ્ટ થવાનો મામલો, બે કર્મચારી ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા દાઝ્યા હતા
બેમાંથી વિરેન્દ્રસિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું - બનાસકાંઠાગુજરાત અને રાજસ્થાનના પેટ્રોલપંપ પર લુંટ ચલાવતી ગેંગ ઝડપાઇ, રાજસ્થાનની રેવદર પોલીસે રાજસ્થાન સહિત ગુજરાતમાં અનેક લૂંટ કરનારા ગેંગના 4 આરોપીઓને ઝડપ્યા, આરોપીઓ પેટ્રોલપંપને બનાવતા હતા નિશાન, ગેંગનો મુખ્ય સૂત્રધાર અરવિંદસિંહ હજુ પણ ફરાર
- અમદાવાદ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયનો મામલો, આજે HCમાં થશે સુનવણી, અરજદારની રજુઆત અમદાવાદ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી દવાખાનાઓથી પણ મોંઘા ભાવે ઓક્સિજન ખરીદીની છે, વિવાદ અગાઉ હાઇકોર્ટે સરકારની કાઢી ઝાટકણી
- પાટણ ખાનપુર-રાજકુવાના ચમાર નગીન ભાઈ દ્વારા જમીન મામલે આત્મવિલોપનની ચીમકીને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, કચેરીમાં પ્રવેશતા તમામ લોકોના આઇ કાર્ડ તાપસની કામગીરી હાથ ધરાઇ
કચેરીના કેમ્પસમાં સુરક્ષાના ભાગ રૂપે આરોગ્ય, ફાયર ફાઇટર સહિત પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો - વડોદરા વાસણા રોડ પર આવેલ સેતુસલ એપાર્ટમેન્ટમાંથી હાયપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, એસઓજીએ રેડ પાડી 14 જુગારીઓને ઝડપી પાડયા, જુગારધામ ચલાવતા મેહુલ શાહની પણ કરી ધરપકડ, 16 મોબાઈલ, 6 વાહનો, 20 કાર, અને રોકડ મળી કુલ 12 લાખનો મુદ્દામાલ કર્યો કબજે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.