ગુજરાતમાંથી 2024માં 22 કરોડનો દારૂ ઝડપાયો
2025
વર્ષ 2024 દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યમાં 22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો હતો. જે સાબિત કરે છે કે પોલીસ મથક અને જિલ્લા કે પોલીસ કમિશનર દારૂ પકડતા નથી. ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જિલ્લા અને શહેરમાં દારૂના દૂષણ ડામી શકતા નથી.
વડોદરા શહેરમાંથી સૌથી વધુ 1.47 કરોડ રૂપિયાનો રાજ્યનો સૌથી વધુ દારૂ જપ્ત કરાયો હતો.
અમદાવાદ શહેરમાં 61 લાખ અને અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે વર્ષ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
455 કેસ પૈકી 347 જેટલા ક્વોલીટી કેસ નોંધીને 22.52 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ 52 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ કમિશનરેટ
અમદાવાદમાં 61 લાખ,
વડોદરામાં 1.47 કરોડ,
સુરતમાં 51 લાખ
રાજકોટ શહેરમાં માત્ર 48 હજાર રૂપિયાનો જ દારૂ જપ્ત કરાયો હતો.
રેન્જ
સુરત રેંજમાં સૌથી વધારે 3.92 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો
અમદાવાદ રેંજમાં 1.45 કરોડ રૂપિયાનો દારૂ,
ગાંધીનગર રેંજમાં 2.88 કરોડ રૂપિયાનો દારૂ,
વડોદરા રેંજમાં 2.46 કરોડ રૂપિયાનો દારૂ,
ગોધરા રેંજમાં 1.93 કરોડ રૂપિયાનો દારૂ,
રાજકોટ રેંજમાં 3.64 કરોડ રૂપિયાનો દારૂ,
બોર્ડર રેંજમાં 2.5 કરોડ રૂપિયાનો દારૂ,
ભાવનગર રેન્જમાં 1.35 કરોડ રૂપિયાનો દારૂ દરોડામાં પકડાયો હતો.
જૂનાગઢ રેન્જ સૌથી ઓછો રૂપિયા 12.59 લાખનો દારૂ
રેલવે પોલીસની હદમાંથી 6.71 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
92 વોન્ટેડ ઝડપાયા
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વર્ષ 2024 દરમિયાન પ્રોહીબીશન, સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 92 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી 76 આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી 16 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા. બાતમીદારોના નેટવર્કને આધારે પ્રોહીબીશનની કામગીરીને કારણે અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.