આર્ટસ અને કોમર્સમાં ઓછા કરિયર ઓપ્શનની માન્યતાને ખોટી ઠેરવતા કોમર્સના હોટ કોર્ષિષ
આજકાલ બાળકોમાં તથા તેમના વાલીઓમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે આર્ટસ અને કોમર્સ ફિલ્ડમાં ઓછા કરિયર ઓપ્શન છે તેથી તેમણે સાયન્સ ફિલ્ડ જ રાખવું જોઇએ. જોકે વેપાર,અર્થતંત્ર અ વેપારને લગતા કોમર્સના ફિલ્ડમાં પણ અનેક પ્રકારના કોર્ષિષ રહેલા છે. જે જોઇન કરવાથી વિદ્યાર્થી પોતાના કરિયરને સફળ બનાવી શકે છે. કોમર્સ ફિલ્ડમાં આજે અનેક કોર્ષ એવા છે જે કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓને ઓફર થાય છે.
ક્યારેક BCOMના સ્થાને હવે ડિફોલ્ટ કોમર્સ ડિગ્રી BBA થઈ ગઈ છે. આ ડિગ્રી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ વિવિધ અનુસ્નાતક કક્ષાની સર્ટિફિકેટ ડિગ્રીઓ કે અન્ય કોર્ષની ડિગ્રી મેળવી શકે છે. જેના થકી વિદ્યાર્થીની કારકીર્દી ઉજ્જવળ બની શકે છે. જેમ કે. ફાઈનાન્સ માર્કેટિંગ કે માનવ સંશાધનમાં સ્પેશ્યલાઈઝેશન કે પછી MBA કે PGDM ની ડિગ્રી મેળવી શકાય. આ ઉપરાંત કસ્ટમર રીલેશન મેનેજમેન્ટ, બિઝનેસ એનાલિટિક્સ કે રીટેલ મેનેજમેન્ટમાં પણ જઈ શકાય છે. ટેલી અને એકસેલ જેવા કોર્ષ અને વધારામાં CFA, CPA અને PMPની ડિગ્રી મેળવીને ભવ્ય કારકિર્દીનું નિર્માણ કરી શકાય છે.
બિઝનસ સિદ્ધાંતો સમજવા MBA તથા મેનેજમેન્ટ ડિપ્લોમા માટે PGDM
લિડરશીપમાં વિશેષ રીતે પાયો તૈયાર કરવા તેમજ બિઝનેસના સિદ્ધાંતોને સમજવા માટે એમ.બી.એ.ની ડિગ્રી મેળવી શકાય છે. આ ઉપરાંત ફાઈનાન્સ, માર્કેટિંગ કે માનવ સંશાધનમાં વ્યાપક જ્ઞાન મેળવવા માટે પણ આ ડિગ્રી મેળવી શકાય. હાલમાં એમ.બી.એ.ની ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ડિપ્લોમાનો અનુસ્નાતક કોર્ષ એ ટુંકાગાળાનો કોર્સ છે. જોકે તેમ છતાં મેનેજમેન્ટનો વધારે ખાસ કક્ષાનો કોર્સ ગણાય છે. જેના પરિણામે વિદ્યાર્થીને ખાસ ફિલ્ડનું વ્યાવહારીક જ્ઞાન મળે છે. જે આગળ જતાં ઉપયોગી સાબિત થાય છે.
માર્કેટીંગમાં ઉંડું જ્ઞાન મેળવવા તથા સ્કિલ ડેવલપ કરવા માટે માસ્ટર્સ કોર્ષ
માર્કેટીંગનું જ્ઞાન મેળવ્યા બાદ તેમાં વધુ ઊંડું જ્ઞાન મેળવવા તેમજ આ ફિલ્ડમાં સ્કિલ ડેવલપ કરવાની સાથે જ્ઞાનમાં સઘન વધારો કરવા માટે આ કોર્ષ જરૂરી છે. તેનાથી ડિજિટલ માર્કેટીંગ, બ્રાન્ડ મેનેજમેન્ટ અને માર્કેટ રિસર્ચના ફિલ્ડમાં જઈ શકાય છે.
HRના સિદ્ધાંતો અને વ્યવહારોને સમજવા માટે માનવ સંશોધનમાં માસ્ટર્સ
HRના સિદ્ધાંતો અને તેને લગતા વ્યવહારોને સમજવા માટે વિદ્યાર્થીએ માસ્ટર્સનો કોર્ષ કરવો પડે. તેનાથી જુદી-જુદી કંપનીઓમાં કરાતી કર્મચારીઓની નિમણુંક, વળતર તેમજ કર્મચારીઓ સાથેના સંબંધો વધારે સારી રીતે સમજી શકાશે અ તેના પરિણામે કંપનીમાં ચોક્કસ સ્થાન મેળવવામાં સફળતા મળી શકે છે.
ફાઈનાન્સમાં માસ્ટરી તથા પીએમપીનો કોર્ષ
ફાઈનાન્સિયલ મેનેજમેન્ટનું જ્ઞાન વધારે સઘન બનાવવાની સાથે કોઈપણ ફિલ્ડના ફાઈનાન્સિયલ એનાલિસિસ, ઈન્વેસ્ટમેન્ટ બેંકીંગ કે અન્યમાં જવા માટે વિદ્યાર્થીને તક પુરી પાડે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ એટલે કે પીએમપી કે જેમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં વિદ્યાર્થી નિષ્ણાત બની જાય તો તેને પી.એમ. પી.ની ડિગ્રી મેળવવી પડે છે. વિવિધ ઉદ્યોગોમાં પ્રોજેક્ટ મેનેજ કરવા માટે કે તેની આગેવાની લેવા માટે પી.એમ.પી.ની ડિગ્રી મેળવવી જરૂરી છે.
ચાર્ટર્ડ ફાઈનાન્સિયલ એનાલિસ્ટ(CFA) અને સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ
ફાઈન્સિયલ એનાલિસ્ટ માટેના વૈશ્વિક માન્યતા ધરાવતા આ કોર્સ ઈન્વેસ્ટમેન્ટ એનાલિસિસની ક્ષમતા વધે છે તેમજ સારી રીતે પોર્ટફોલિયો મેનેજ કરવામાં સફળતા મળે છે. આજકા માર્કેટમાં આ પ્રકારના નિષ્ણાતોની માગણ ભારે હોય છે. એકાઉન્ટિંગ તથા ટેક્સેશનમાં સર્ટિફિકેશન આપતો કોર્ષ સર્ટિફાઈડપબ્લિક અકાઉન્ટન્ટનો કોર્ષ વિદ્યાર્થી માટે પબ્લિક અકાઉન્ટીંગના દરવાજા ખોલી નાખે છે માત્ર એટલું જ નહીં પણ તેના માધ્યમથી કોર્પોરેટ અકાઉન્ટીંગમાં પણ સરળતાથી સ્થાન મળી શકે છે.
ડિજિટલ માર્કેટિંગ સર્ટિફિકેશન તથા ડેટા સાયન્સ-એનાલિટિક્સ કોર્ષિષ
સોશિયલ મિડિયાના વધી રહેલા વ્યાપમાં ડિજીટલ માર્કેટિંગ ખૂબ મહત્વનું છે. તેથી SEO, ઓનલાઈન માર્કેટીંગ ડિજિટલ એડવર્ટાઈઝીંગમાં ખાસ સ્કિલ મેળવવા માટે આ ડિગ્રી મેળવી શકાય છે. આ ઉપરાંત ડેટા સાયન્સ એનાલિસ્ટીક્સનના કોર્ષથી ડેટાનું સંશ્લેષણ કરવાનું શીખીને તેના પરથી તારણ બાંધી શકાય છે. તેનાથી ડેટા એનાલિટિક્સ અને બિઝનેસ ઈન્ટેલિજન્સના ક્ષેત્રે પ્રવેશવાના દ્વાર ખુલી શકે છે..
ભાષા વિકાસ અને પુરવઠા પ્રબંધનના બે મહત્વના કોર્ષ
માતૃભાષા કે રાષ્ટ્રભાષા સૌકોઇને આવડતી હોય છે પરંતુ વિદેશી ભાષા શીખવી પડે છે. વિદેશી ભાષા શીખવાથી ક્ષમતામાં વધારો થાય છે અને વધારે કરિયર ઓપશન્સ મળે છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં જો વિદ્યાર્થીને રસ હોય. તો તેને તેનાથી ઘણો લાભ મળી શકે છે.
આ ઉપરાંત પુરવઠા પ્રબંધન ક્ષેત્રે મહત્વની ભુમિકા ભજવવા સપ્લાય ચેઈન મેનેજમેન્ટ કોર્સિસ જરુરી છે. સેવા કે વસ્તુઓના પુરવઠા કે પ્રવાહને સારી રીતે મેનેજ કરતાં શીખવું હોય તો આ ક્ષેત્રમાં જઈ શકાય છે. આવા કોર્ષિષ કરીને લોજિસ્ટીક્સ. આગોતરી ખરીદી કે પછી પુરવઠા પ્રબંધન ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી શકાય છે.