બોલીવુડની જાજરમાન અભિનેત્રી શ્રીદેવીનું થોડા દિવસ પહેલા દુબઇની એક હોટલમાં નિધન થયું હતું. આજે શ્રીદેવીની મોટી પુત્રી જહાન્વી કપૂરનો જન્મદિવસ છે. જહાન્વી કપૂર દર વર્ષે પોતાનો જન્મદિવસ પુરા પરિવાર સાથે હર્ષોઉલ્લાસથી મનાવતી હતી.
સ્વાભાવિક છે કે આ વર્ષે શ્રીદેવીના નિધનને લઇને તેની દીકરી જહાન્વી પોતાના જન્મદિવસની ઉજવણી કરવાનું મન ન થાય, પરંતુ તેના પરિવારે તેના જન્મદિવસની ઉજવણી કરવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે.શ્રીદેવીએ જહાન્વીના જન્મદિવસની ઉજવણી માટે થોડા દિવસ અગાઉ જ બોની કૂપર સાથે વાત કરી હતી. જો કે કોઇને ખબર નહોતી કે તે અગાઉ શ્રીદેવીનું નિધન થઇ જશે.
પોતાની પુત્રીઓ પ્રત્યે ખુબજ લાગણી ધરાવતા હતા શ્રીદેવી અા પહેલો જન્મદિવસ છે જેમાં જ્હાન્વી તેની મમ્મી સાથે નહી હોય. બોની કપૂર તેની ઇચ્છા મુજબ જહાન્વીના જન્મ દિવસની ઉજવણી કરવા ઇચ્છે છે. બોની કપૂર અને તેનો પરિવાર ઇચ્છે છે કે જહાન્વી પોતાના જન્મ દિવસ પર ખુશ રહે .જહાન્વીની નાની બહેન પણ આ જન્મદિવસ પર તેની સાથે રહેશે.