ભૂતપૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ સુધી આઈએનએકસ મીડિયા મામલે તપાસનો ધમધમાટ પહોંચ્યો છે.સીબીઆઈ કાર્તિ સાથે મિલીભગતના આરોપ હેઠળ ઈડી અને ફોરેન ઈનવેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડના પૂર્વ અધિકારીઓની પૂછપરછ કરશે. જેથી આ તપાસ પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ સુધી પહોંચી છે.
મહત્વનું છે કે સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચેન્નાઈ એરપોર્ટ પરથી કાર્તિની ધરપકડ કરી હતી. જે બાદ સીબીઆઈએ કાર્તિને કોર્ટમા રજૂ કરી આઈએનએક્સ મીડિયા મામલે પૂછપરછ કરી હતી.
સોમવારે કાર્તિએ ઈડીના સમન્સ મામલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. અરજીમાં કાર્તિએ કહ્યું કે તે તપાસ એજન્સીઓને પૂછપરછ અને તપાસમાં સહયોગ આપી રહ્યા છે. તેમ છતા તપાસ એજન્સીઓ દ્વારા કોઈ કારણ વગર તપાસના નામે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે.