નવરાત્રી સ્પેશિયલ: શિંગોડાના લોટનો હલવો, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ!
નવરાત્રીના વ્રતમાં જો તમને કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય, તો શિંગોડાના લોટનો હલવો એક ઉત્તમ વિકલ્પ છે. આ હલવો માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ આરોગ્યપ્રદ પણ છે, કારણ કે તેમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સામગ્રી:
- શિંગોડાનો લોટ: 1 કપ
- ગોળનો પાવડર: 1 કપ
- દેશી ઘી: ½ કપ
- ઈલાયચી પાવડર: 1 નાની ચમચી
- કાજુ-બદામ: તમારી ઈચ્છા મુજબ
- પાણી: જરૂરિયાત મુજબ
બનાવવાની રીત:
સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરો.
પાણી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખો અને તેને બરાબર ઓગળવા દો. થોડું પાકી જાય એટલે તેને ઢાંકીને બાજુ પર મૂકી દો.
હવે એક બીજા પેનમાં ઘી ગરમ કરો અને તેમાં શિંગોડાનો લોટ ધીમી આંચ પર શેકો.
જ્યારે લોટ સોનેરી અને સુગંધિત થઈ જાય, ત્યારે તેમાં કાજુ-બદામ નાખીને થોડીવાર માટે ફરી શેકી લો.
ત્યારબાદ તેમાં ગોળનું તૈયાર કરેલું પાણી નાખો અને સતત હલાવતા રહો, જેથી તેમાં ગાંઠા ન પડે. આ પ્રક્રિયા ઝડપી આંચ પર કરવી.
જ્યારે પાણી સુકાઈ જાય અને હલવો ઘટ્ટ થઈ જાય, ત્યારે છેલ્લે તેમાં ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરો.
બસ, તમારો સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ શિંગોડાનો હલવો તૈયાર છે. તમે તેને પ્લેટમાં જમાવીને ટુકડા કરીને અથવા ગરમ ગરમ વાટકીમાં પીરસી શકો છો.