તાજેતરમાં સોશિયલ મીડિયા પર Katrina Kaif ના કેટલાક ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં તે દુલ્હનના ડ્રેસમાં રસ્તા પર ફરતા નજર આવી રહી છે. Katrina Kaif તે દરમિયાન ઓરેન્જ કલરના ટ્રેડીશનલ કુર્તામાં નજર આવી રહી છે. તેની સાથે તેણે જ્વેલરી પણ પહેરી છે. કેટરીનાનો વાયરલ થઇ રહેલ ફોટો શૂટિંગના સેટનો છે. કેટરીના કેફ અત્યારે ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર શાહરૂખ ખાન નિર્દેશક આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મ ઝીરોમાં તેમની ‘જબ તક હે જાન’ ફિલ્મની કો-એક્ટ્રેસ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા સાથે નજર આવવાના છે.
શાહરૂખ સાથે આનંદ એલ રાયની ફિલ્મની ઘોષણા થયા પછી આ ફિલ્મ ચર્ચાઓમાં છે. આ વર્ષની શરૂઆતમાં કેટરીનાનું નામ ફિલ્મ સાથે જોડાયા પછી ફિલ્મમાં બીજી મુખ્ય અભિનેત્રીને લઈને ચર્ચાઓનું બજાર ગરમ હતું.
તમને જણાવી દઈએ કે, આનંદ એલ રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગણા માણસનો રોલ પ્લે કરી રહ્યા છે. ડિરેકટર આનંદ એલ. રાયની ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે જેના માટે મુંબઈની ફિલ્મ સીટીમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ફિલ્મમાં એક હિરોઈન કેટરીના કેફ પહેલાથી નક્કી હતી.