નવરાત્રી 2025: પરસેવો નહીં બગાડે તમારો લુક, આ 7 ટિપ્સથી મેકઅપ રહેશે લોંગ લાસ્ટિંગ
નવરાત્રીમાં ગરબા અને દાંડિયા નાઇટમાં જવાનો ઉત્સાહ દરેકને હોય છે, પણ સાથે જ પરસેવાને કારણે મેકઅપ ઊતરી જવાનો ડર પણ સતાવતો હોય છે. જો તમે પણ આ ચિંતામાં હો અને રાત્રે દાંડિયા રમવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો, તો આ 7 સરળ મેકઅપ ટિપ્સ તમને મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરશે.
લાંબા સમય સુધી મેકઅપ ટકાવી રાખવાની ટિપ્સ
ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો:
ઘણા લોકો મેકઅપ કરતા પહેલા સ્કિન પ્રેપ નથી કરતા, જેના કારણે મેકઅપ કેકી (cakey) દેખાય છે અથવા ઝડપથી ઊતરી જાય છે. ગરબા નાઇટ માટે, મેકઅપ કરતા પહેલા તમારી ત્વચાને સારા મોઇશ્ચરાઇઝરથી હાઇડ્રેટ કરો.
મેકઅપ પહેલા બરફ લગાવો:
મેકઅપ કરતા પહેલા, એક સ્વચ્છ કપડાની મદદથી તમારી ત્વચા પર બરફ લગાવો. ધ્યાન રાખો કે બરફને સીધો ત્વચા પર ન ઘસવો, કારણ કે તેનાથી રેશ થઈ શકે છે.
વોટરપ્રૂફ પ્રોડક્ટ્સ પસંદ કરો:
જો તમે ઇચ્છો છો કે તમારો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે, તો વોટરપ્રૂફ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. આ પ્રોડક્ટ્સ પરસેવાને કારણે મેકઅપને હટવા દેશે નહીં.
મેકઅપને સેટ કરો:
મેકઅપ કર્યા પછી તેને સેટ કરવા માટે સેટિંગ પાઉડરનો ઉપયોગ કરો. આ તમારી ત્વચા પરનું વધારાનું તેલ શોષી લેશે અને મેકઅપ લાંબા સમય સુધી ફ્રેશ દેખાશે.
પ્રાઈમરનો ઉપયોગ કરો:
મેકઅપ કરતા પહેલા પ્રાઈમર લગાવવાનું ક્યારેય ન ભૂલશો. પ્રાઈમર ત્વચાના ટેક્સચરને સ્મૂધ બનાવે છે અને મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે.
વચ્ચે-વચ્ચે ટચ-અપ કરતા રહો:
જો તમને લાગે કે મેકઅપ થોડો હલકો થઈ રહ્યો છે, તો સમયસર કોમ્પેક્ટ પાઉડરથી ટચ-અપ કરતા રહો. આનાથી મેકઅપ ફરી તાજો લાગશે.
સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો:
મેકઅપના અંતે સેટિંગ સ્પ્રે નો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તે તમારા આખા મેકઅપને લોક કરી દેશે, જેથી તમે ટેન્શન વગર આખી રાત દાંડિયા નાઇટની મજા માણી શકો.
આ સરળ ટિપ્સ અપનાવીને તમે પરસેવા કે ગરમીની ચિંતા કર્યા વગર નવરાત્રીમાં ગરબા અને દાંડિયાનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો.