પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતી છે. આનાથી પ્રેરાઈને સુરત શહેરની એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 156 ગ્રામ સોનાની મૂર્તિ તૈયાર કરી છે. આ મૂર્તિ બનાવવા માટે 20 થી 25 લોકોની ટીમે 3 મહિના સુધી મહેનત કરી હતી અને આ મૂર્તિ 18 કેરેટ સોનાની બનેલી છે. જેની કિંમત લગભગ 11 લાખ રૂપિયા છે.
પીએમના વખાણ કરવા માટે શબ્દો ઓછા પડી રહ્યા હતા.
જ્વેલર સંદીપ જૈને આ વિશે જણાવ્યું હતું કે, અમે ભારતમાં રહીએ છીએ અને ભારતના લોકો સોનાને ખૂબ પસંદ કરે છે. પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરવા માટે શબ્દો ઓછા પડી રહ્યા છે. પીએમ પ્રત્યે લોકોની ભાવના અને જુસ્સો પણ સોના જેવો છે, એટલા માટે અમે પીએમ મોદીની મૂર્તિ સોનામાં તૈયાર કરી છે.
આંખો, ચહેરો, સોનાના ચશ્મા
આ અંગે રત્નકલાકાર બસંત વોરાએ જણાવ્યું હતું કે, અમે ઘણા સમયથી પીએમ નરેન્દ્ર મોદીની પ્રતિમા સોનાની બનાવવા માગતા હતા. આ મૂર્તિ બિલકુલ પીએમ મોદીની જેમ ડિઝાઇન કરવામાં આવી છે. પીએમની આંખો, ચહેરો, ચશ્મા બધું જ સારી રીતે બનેલું છે.