મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ભારત આવવા માટે તૈયાર હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. દાઉદે ભારત આવવા માટે તૈયારી દર્શાવી છે અને તેનાં માટે તેને ભારતની સરકાર સામે કેટલીક શરતો પણ મૂકી છે.
1993નાં મુંબઇ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને મોસ્ટ વોન્ટેડ ડૉન દાઉદ ઇબ્રાહિમ મુંબઇ આવવા ઇચ્છે છે પરંતુ તેને પોતે કેટલીક શરતો સરકાર સામે રાખી છે. મંગળવારનાં રોજ ઇકબાલ કાસ્કરનાં વકીલ શ્યામ કેસવાનીએ જણાવ્યું કે,”દાઉદ ભારત પરત આવવા તૈયાર છે.”
વકીલ શ્યામ કેસવાનીએ કહ્યું કે,”દાઉદે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હું ભારત આવવા તૈયાર છું. માટે જેને જે પણ મુકદમો મારા પર ચલાવવો હોય તે ચલાવી લો. પરંતુ હું માત્ર ને માત્ર આર્થર રોડ પરની જેલમાં જ રહેવા ઇચ્છું છું.”
તમને વધુમાં જણાવી દઇએ કે વર્ષ 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી તરીકે દાઉદ ઇબ્રાહિમ મોસ્ટ વોન્ટેડ છે. મળતી માહિતી અનુસાર તે હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલ છે. કેટલીય સરકાર આવી અને ચાલી ગઇ પરંતુ હજી સુધી કોઇ જ સરકારને દાઉદને ભારતમાં લાવવામાં સફળતા નથી મળી.