Video: આ વિડીયો જોઈને તમે કહેશો, “શિક્ષણની કોઈ સીમા નથી.” પાકિસ્તાની બાળકીનું અદ્ભુત અંગ્રેજી.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લોઅર દીરમાં રહેતી શુમૈલા નામની એક નાની બાળકી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તેનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે પાકિસ્તાની ટ્રાવેલ વ્લોગર બરિરા ખાન સાથે ખૂબ જ સારી અંગ્રેજીમાં વાત કરતી જોવા મળે છે.
શુમૈલા એક સ્ટ્રીટ વેન્ડર (રસ્તા પર વસ્તુઓ વેચનાર) છે અને ડ્રાય ફ્રૂટ્સની દુકાન ચલાવે છે. તેણે વ્લોગરને જણાવ્યું કે તે ક્યારેય સ્કૂલ ગઈ નથી. જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે શુમૈલા અંગ્રેજી, રશિયન, અરબી, ચાઈનીઝ, પશ્તો અને ઉર્દૂ સહિત કુલ 6 ભાષાઓ બોલી શકે છે. આટલું જ નહીં, તે આમાંથી કેટલીક ભાષાઓ લખી પણ શકે છે.
વિદેશી ભાષાઓ કેવી રીતે શીખી?
શુમૈલાએ વ્લોગરને જણાવ્યું કે તેના પિતા જ તેને ભણાવે છે અને તેણે મોબાઈલ પર ઓનલાઇન વિડીયો જોઈને આ વિદેશી ભાષાઓ શીખી છે. તેની આ અસામાન્ય પ્રતિભાએ ઇન્ટરનેટ યુઝર્સને સ્તબ્ધ કરી દીધા છે.
View this post on Instagram
બાળકીના ખૂબ વખાણ થઈ રહ્યા છે
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દરેક લોકો શુમૈલાની પ્રતિભા અને આત્મવિશ્વાસના ખૂબ વખાણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે તો બાળકીને પુસ્તકો મોકલવાની અને તેના ભણતર માટે આર્થિક મદદ કરવાની પણ ઓફર કરી છે.
એક યુઝરે લખ્યું, “આ બાળકી કેટલી અદ્ભુત અંગ્રેજી બોલે છે! અંગ્રેજી ભાષા પર તેની પકડ મોંઘી સ્કૂલોમાં ભણતા લોકો કરતાં પણ વધુ સારી છે. બાળકીના પિતાના પ્રયાસોને સલામ.”
બીજા એક યુઝરે પૂછ્યું, “શું આપણે શુમૈલાના પરિવારને તેની શૈક્ષણિક જરૂરિયાતો માટે કંઈક દાન કરી શકીએ? આવું કરીને મને ખૂબ સારું લાગશે.”
અન્ય એક યુઝરે કમેન્ટ કરી, “આ બાળકી ખૂબ જ ટેલેન્ટેડ છે.”