શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર તેની દરેક ઇચ્છા પુરી કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે 6 માર્ચે પોતાની દીકરી જાહન્વીના જન્મદિવસની ઉજવણી પણ શ્રીદેવીની ઇચ્છા મુજબ કરવામાં આવી હતી. બોની કપૂર હવે શ્રીદેવીના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે.
આ ડોકયુમેન્ટ્રી ફિલ્મમાં ઓરિજનલ વોઇસનો પ્રયોગ કરવામાં આવશે. તેની જીંદગીના ઓરિજનલ વીડિયો અને રિયલ ફુટેજ તેનો એક ભાગ બનશે. એક અહેવાલ મુજબ બોની કપૂરે શ્રીદેવીની આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મની જવાબદારી પોતાના ખાસ મિત્ર એવા શેખર કપૂરને સોંપી છે. જો આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવે તો શ્રીદેવીના ચાહકો માટે એક અનોખી ભેટ હશે.
બોની કપૂરે રામેશ્વર ખાતે દિવંગત અભિનેત્રી શ્રીદેવીની અસ્થિયોનું વિસર્જન કર્યું હતું. આ દરમિયાન બોની કપૂર સાથે તેની બંને દિકરીઓ જ્હાન્વી અને ખુશી તેની સાથે જોવા મળી હતી. બોની કપૂર શ્રીદેવીના આત્માની શાંતિ અર્થે હરિદ્વાર જશે.