કર્ણાટકના લોકાયુક્ત જસ્ટિસ વિશ્વનાથ શેટ્ટી પર એક વ્યકિતએ તેમની ઓફીસમાં અંદર ઘુસીને ચાકુથી હુમલો કર્યો હતો. લોકાયુક્ત બેગ્લુરુ સ્થિત ઓફીસમાં બેઠા હતા ત્યારે અચાનક એક વ્યક્તિ આવ્યો હતો અને ચાકુથી હુમલો કરી દીધો હતો. જો કે પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. તેમજ તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.આ હુમલામાં ઘાયલ થયેલા લોકાયુક્ત વિશ્વનાથ શેટ્ટીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત સ્થિર છે.
મળતી માહિતી અનુસાર એક અજાણ્યો વ્યકિત જયારે લોકાયુક્તના કાર્યાલયમાં પ્રવેશ્યો ત્યારે તે ખુબ જ ગુસ્સામાં હતો. આ વ્યકિતએ લોકાયુક્ત પર ત્રણ વાર ચાકુ વડે હુમલો કર્યો હતો.આ આરોપીનું નામ તેજસ શર્મા છે. તપાસ ચાલુ છે તેમજ આ હુમલાનું કારણ જાણી શકાયું નથી.