ત્રિપલ તલાક બાદ હવે ‘હલાલા’ નાબૂદ કરવાની માંગ શરૂ થઈ ગઈ છે.શિયા વકફ બોર્ડે આ સિસ્ટમ નાબૂદ કરવાની તરફેણ કરી છે.બોર્ડના ચેરમેન વસિમ રિઝ્વીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ટીકા કરી છે.તેમણે જણાવ્યું હતું કે, ‘હલાલા’ સામે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલી અરજી AIMPLB દ્વારા તેની જવાબદારીને પૂર્ણ ન કરવાના પરિણામે છે.
અહેવાલો અનુસાર, રિઝવીએ જણાવ્યું હતું કે હલાલની પ્રથા કુરાન મજિદમાં લખવામાં આવી હતી કે જેનાથી ઝડપથી છૂટાછેડા ન થઈ શકે, પરંતુ તેના અોઠા હેઠળ છૂટાછેડા લીધેલ મહિલાઓનું શારીરિક રીતે શોષણ કરવામાં આવે છે.રિઝવી કહે છે કે સુપ્રીમ કોર્ટે ઇસ્લામના નેજા હેઠળ મુસ્લિમ મહિલાઓ સામે થયેલા અત્યાચારોની નોંધ લેવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે હલાલાનો અર્થ એ થયો કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ તેની પત્નીને ત્રીજી વખત કોઇ યોગ્ય કારણોસર છૂટાછેડા આપે તો તે છૂટાછેડા લીધેલી મહિલા તેના માટે હરામ થઈ જાય છે.હવે તે ફરીથી તેની સાથે લગ્ન કરી શકશે નહીં સિવાય કે સ્ત્રી કોઈની સાથે લગ્ન કરે અને પછી તેનાથી છુટાછેડા થઈ જાય.