એક પેડ માં કે નામમાં માંના નામે ધુપ્પલ
દિલીપ પટેલ
મિશન ફોર મિલિયન ટ્રીઝ કે એક પેડ માં કે નામ ધુપ્પલ છે. અમદાવાદમાં મુખ્ય પ્રધાને 46 હજાર ફુટમાં 14 હજાર વૃક્ષો વાવ્યા છે. જે દર દોઢ ફૂટ (અડધો મીટર)ના અંતરે એક વૃક્ષોના રોપા વાવ્યા છે. મિયાવંકી રીતથી વાવેતર કરે તો પણ 3 ફુટનું અંતર રાખવું પડે છે. બગીચામાં બે વૃક્ષ વચ્ચે 10 મિટર એટલે કે 32 ફુટનું અંતર હોવું જોઈએ, એમ બાગાયત વિભાગની ગણતરી બતાવે છે. વન વિભાગ જંગલોમાં 3 મિટર કહે છે. અમદાવાદમાં મીટરના ફુટ કરી નાંખવામાં આવ્યા છે.
ખરેખર તો બે વૃક્ષ વચ્ચે અંતર ઘરઆંગણે 4-6 મીટર, બગીચા કે ખેતીમાં 6-10 મીટર, અને જંગલ વિકાસ માટે 3-5 મીટર અંતર રાખવું યોગ્ય ગણાય છે.
અમદાવાદ મહાનગર પાલિકાના મિશન ફોર મિલિયન ટ્રીઝ 2025માં સપ્ટેમ્બર સુધીમાં 40 લાખ 80 હજાર રોપાઓનું વાવેતર કરી દીધું છે.
બાગ-વન વિભાગના નિયમો પ્રમાણે અંતર
ફળના વૃક્ષો – લીંબુ જેના નાની જાતના ફળના વૃક્ષો 4 થી 5 મીટર અંતર
મધ્યમ ફળ કેરી, ચીકુના વાવેતરમાં 6 થી 8 મીટર અંતર
આમલી, જાંબુ જેવા મોટા વૃક્ષોની વચ્ચે 8 થી 10 મીટર અંતર
નિલગીરી જંવા ઝડપી ઉગતા અને ઊંચા વૃક્ષો માટે 2.5 થી 3 મીટર અંતર
મોટા ફેલાવાવાળા વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો વચ્ચે 10 મીટર કે તેથી વધુ અંતર
મિંયાવાંકી
મિયાવાંકી પધ્ધતિથી 4300 ચોરસ મીટરમાં આર્યુવેદીક સહિત 14 હજાર જેટલા વૃક્ષો હતા. મિયાવાંકી પદ્ધતિમાં છોડ વચ્ચેનું અંતર આશરે 0.3 મીટરથી 1 મીટર સુધી રાખવામાં આવે છે. એક એકર એટલે કે 43,560 ચોરસ ફૂટમાં કે અંદાજે 4047 ચોરસ મીટરમાં સરેરાશ 1 મીટર × 1 મીટર અંતરે વાવેતર કરવામાં આવે તો 4047 છોડ પ્રતિ એકર થાય છે. જો 0.5 મીટર × 0.5 મીટર અંતરે વધુ ઘનતા સાથે વાવેતર કરે તો આશરે 16,000 છોડ પ્રતિ એકર જોઈએ.
દરેક વાવેતર સ્થળના જીઓ ટેગીંગ અને LIDAR સર્વે કરાયું છે. ટેક્નોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધી અને સર્વાઈવલ રેટનું મોનિટરીંગ કરાશે. એવી જાહેરાત કરી છે ત્યારે તેની સામે પણ શંકા ઉભી થાય છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝની ઝૂંબેશમાં રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં 18 સપ્ટેમ્બર 2025ના દિવસે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.
મુખ્ય પ્રધાને એક પેડ માં કે નામ અને મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો.
શહેરનું હરિયાળું બનાવવા અમદાવાદ શહેરમાં સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ 7 સપ્ટેમ્બર સુધીમાં 40 લાખ 80 હજાર 180 રોપાનું વાવેતર કરી દેવાયું હોવાનો દાવો કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં 12,820 તુલસીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 18 સપ્ટેમ્બર સુધીમાં 55 હજાર તુલસી છોડનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું. કદમ, પીપળો, સમી, સેવન, સીતાઅશોક અને બીલી વૃક્ષો વિતરીત કરાયા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુત્રજીવા વૃક્ષનું વાવેતર રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના બગીચામાં કર્યું હતું.
જંગલની જમીન આપી
મુંદરા તાલુકાના 8 ગામોની કુલ 1575.81 હેકટર જંગલવિસ્તરની જમીનો અદાણી ને આપી દેવાનો નિર્ણય કારેલ છે. તેના બદલામાં મુંદરાથી 200 કિલ્લોમીટર દૂર લખપત તાલુકાના કોરિયાની ગામમાં જંગલ વિસ્તાર માટેની જમીનો નક્કી કરવામાં આવેલ છે.
જંગલોના વિનાશમાં મોદી કરતાં ભૂપેન્દ્ર પટેલ આગળ નિકળ્યા, 3 વર્ષમાં 20 લાખ મીટર જંગલો ઉદ્યોગપતિને શરણે છે.
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામે સર્વે નં.278 પૈકી 200 હેકટર જમીન હાલ વન વિભાગના રીઝર્વ ફોરેસ્ટધ અનામત જંગલ
30 ઉદ્યોગપતિઓએ જંગલની 180 હેક્ટર જમીન હડપ કરી હતી.
લીલાછમ જંગલો, ઉદ્યોગોના માલિકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે સોનાના તાસક ઉપર લૂંટવા આપી દીધા હતા.
રાજ્યમાં વૃક્ષોનું આવરણ 20 વર્ષમાં પહેલીવાર 3 ટકા ઓછું થયું.
વિધાનસભામાં 2023માં ભાજપની સરકારે ધારાસભ્યોના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, બે વર્ષમાં ઉદ્યોગોને 180 હેક્ટર જંગલની જમીન આપી જે 18 લાખ ચોરસમીટર થાય.
એક ચોરસમીટરે માત્ર 437 રૂપિયામાં આપી દઈને જંગલોનો સોથ વાળી દેવાયો હતો. ઉદ્યોગો પાસેથી 78.71 કરોડ રૂપિયા લેવાયા હતા.
વર્ષ 2021માં જંગલની જમીન હડપવા 21 ઉદ્યોપતીઓ ટાંપીને બેઠા હતા. જેમાં 172 હેક્ટર જમીન તો સરકારે આપી પણ દીધી હતી.
2022માં 9 ઉદ્યોગો જંગલની લીલીછમ જમીનો લેવા માટે ટોળે વળેલા હતા. જેમાં 7.35 હેક્ટર જમીન ભૂપેન્દ્ર પટેલની સરકારે આપી હતી. બે વર્ષમાં કુલ મળીને
સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલ-નિપ્પો ગૃપ દ્વારા વન વિભાગની હજીરા-સુવાલી ખાતે બીજી 196.90 હેક્ટર જમીન પડાવી લેવા સરકારને કહ્યું હતું.
ગેરકાયદે દબાણ હેઠળની 93 હેક્ટર જમીન દબાવી હતી તેમાં 65.73 હેક્ટર જમીન હડપ કરી હતી.
કચ્છના આંઘૌ ગામે 206.38 હેક્ટર બિન જંગલની જમીન મેળવવામાં આવી હતી.
વૃક્ષોમાં 35 ટકા ઘટાડો
જંગલ ખાતાના અહેવાલ 2022માં ગુજરાતમાં કહેવાયું છે કે 10 વર્ષમાં 2869 ચો.કિ.મી. વિસ્તારમાંથી વૃક્ષો કાપી કઢાયા હતા. જે 10 વર્ષમાં 34.32%નો ઘટાડો દર્શાવે છે.
વૃક્ષોના આવરણમાં ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે છે.
11 વર્ષ પહેલાથી મોદી રાજમાં વૃક્ષોની કતલ થતી રહી હતી.
મોદી સરકારે ત્રણ જિલ્લામાં ઉદ્યોગોને જંગલની 2211 હેક્ટર જમીન આપી દીધી હતી.
જેમાં એસ્સાર,અદાણી, હચ ફેસલ લી., વોડાફોન-એસ્સાર સહિતના 17 ઉદ્યોગપતિઓ હતાં.
116 કરોડ રૂપિયા લઈને આપી હતી.
વિધાનસભામાં 21 ધારાસભ્યોએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી.
કચ્છમાં અદાણી ગ્રૂપને મુંદ્દા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા 2008.41 હેક્ટર જંગલની જમીન હડપ કરી હતી.
ગૌતમ અદાણીએ 12 કરોડમાં નવા વન ઉભા કરવાના હતા. અને 100 કરોડ લઈને મોદી સરકારે જમીનો આપી હતી.
કચ્છ જિલ્લામાં ગુજરાત પાવરને 130 હેક્ટર જમીન આપી હતી. જેના માટે 13 કરોડ ઉદ્યોગોએ આપ્યા હતા.
સુરતમાં એસ્સાર સ્ટીલને 34 હેક્ટર જમીન આપી હતી. જેમાં 3 કરોડ 43 લાખ લીધા હતા.
સુરતમાં ટાટા ટેલિકોમને 0.065 હેક્ટર જમીન આપી હતી.
કચ્છમાં વોડાફોન એસ્સારને 10 હેક્ટર જમીન પડાવી હતી.
સુરતમાં એસ્સાર સેઝ લિ.ને 4.9324 હેક્ટર જમીન આપી હતી.
ગ્રીન ગુજરાતના દાવા
દેશમાં 13.35 લાખ હેક્ટર વિસ્તારની જંગલની જમીન માલેતુજાર લોકોના હાથમાં સરકી ગઇ હતી.
રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા જંગલ છે.
કેન્દ્રીય મંત્રાલયે આપેલા આંકડામાં વિરોધાભાસ છે. જંગલની કેટલી જમીન પર અતિક્રમણ થયેલું છે તેનો સચોટ ડેટા સરકાર પાસે નથી.
તેનો ચોક્કસ આંકડો નક્કી કરવો મુશ્કેલ છે.
ભૂતકાળમાં જંગલની જમીન પર દબાણ કરનારા તત્વો કે કંપનીઓને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દંડ ફટકારવામાં આવેલો છે.
જે.કે.પેપર લિમીટેડ દ્વારા રૂા. ૧૬૦૦ કરોડના ખર્ચે. જેમાં જંગલનું લાકડું મોટા પ્રમાણમાં વાપરવામાં આવશે.
ધોલેરામાં લગભગ 6 હજાર હેક્ટરમાં દરિયા કિનારાના વૃક્ષો અને જમીન પરના વૃક્ષોનો સોથ વળી શકે છે. જેમાં 2280 હેક્ટર જમીન અને પાણી અંદર ચેર-મેગ્રુવઝના વૃક્ષો છે. જેમાં 1800 હેક્ટર જેવા ચેર તો એકદમ ગાઢ છે.
ભચાઉના 20 કિ.મી.ના ચેરનો નાશ
મીઠાના એકમોએ 1200થી 1300 એકરમાં ચેરનું નિકંદન કાઢી નાંખ્યું છે. બીજા 4 હજાર એકરમાં ચેર નાણ પામે તેમ છે
કચ્છના મુન્દ્રા તાલુકામાં મહેલૂલ વિભાગની જમીન પર વનવિભાગનાં અંદાજ મુજબ આશરે 25 ચોરસ કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલું ચેરવૃક્ષનું જંગલ નષ્ટ થયું છે. કચ્છમાં 22 ચોરસ કિ.મી.માં ચેરના જંગલો સાફ થઈ ગયા છે.
ખાવડા ખાતે 1 લાખ હેક્ટર જમીન પડતર પડી હતી. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી.
ખાવડા ખાતે 1 લાખ હેક્ટર જમીન પડતર પડી હતી. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી.
અદાણીને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન ૧૫ પૈસાથી માંડીને રૂ. ૨માં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વેચી મારી છે. રાજ્યમાં ૧૮ લાખ હેકટર જમીન ઉદ્યોગપતિઓને વેચી મારી છે.
2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુકત થયેલા જસ્ટિસ એમ.બી. શાહ પંચ સમક્ષ સામાજિક સંસ્થાએ રજુઆત કરી હતી કે, મોદીએ અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપી દીધી છે. મુખ્યમંત્રી મોદીએ 15 જેટલા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન રૂ.1 થી રૂ.32ના ચોરસ મિટરના ભાવે જમીન આપી હતી.