ભચાઉના જડસામાં જુગાર ક્લબ પર પોલીસ ત્રાટકી, છ ઝડપાયા, ૨૦ નાશી છુટ્યા
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના જડસા ગામની સીમમાં ધમધમતી જુગાર ક્લબ પર પોલીસ ત્રાટકી હતી. જેમાં ૬ શખસોને પોલીસે પકડી પાડ્યા હતા, જ્યારે ૨૦ શખસો નાશી છુટવામાં સફળ થયા હતા. પોલીસે આ દરોડામાં કુલ રૂ.૯.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને તમામની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લોકલ ક્રાઇમ બ્રાન્ચે જડસાની સીમમાં જુગાર ક્લબ પર પાડ્યો દરાડો
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે, જડસામાં મનહર અજમલ કોળીની વાડીમાં ટ્રાન્સફોર્મરની બાજુમાં રાત્રે લાઇટના અજવાળે રાપરના મહેશ જીવણ કોળી તથા ભરત પ્રેમજી કોળી નામના શખસો બહારથી ખેલીઓને બોલાવીને તેમની પાસેથી નાલ ઉઘરાવીને ધાણીપાસાનો જુગાર રમાડી રહ્યા છે. તેથી પોલીસે તે સ્થળે જઈને દરોડો પાડયો હતો.
જુગારના દરોડામાં ૬ શખસોને પોલીસે પકડી પાડયા
એલસીબીની ટીમે જડસાની સીમમાં દરોડો પાડીને જુગાર રમતા કાનમેરના મહેશ છગન વાઘેલા, રાપરના ભરત ભવન રાઠોડ, રામપરના રામજી કેશર મણકા, કંથકોટના ધર્મેન્દ્રસિંહ હેતુભા જાડેજા, આદિપુરના દિનેશ જેઠા બારડ તેમજ જડસાના ભુપત મોતી કોળીની ધરપકડ કરી હતી.જ્યારે પોલીસને જોઇને ૨૦ શખસો નાશી છુટ્યા હતા. પોલીસે દરોડામાં રોકડા રૂ.૪.૦૮ લાખ, મોબાઇલ ફોન ૭, બોલેરો, બાઇક ૩ મળીને કુલ રૂ.૯, ૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસને જોઇને નાશી છુટેલા જુગારી શખસો
રાપરના મહેશ ઉર્ફે મેસો જીવણ કોલી, રાપરના ભરત પ્રેમજી કોળી, જડસાના મનહર અજમલ કોલી, લખાગઢના લાલા ડાયા આહીર, રાપરના પરબત દેવા ખીંટ, રાપરના યોગેશ ઉર્ફે મુન્નો કાંતિગિરિ ગોસ્વામી, કાનમેરનો મહેશ રામુ વાઘેલા, ધાણીથરનો રાજુભા જાડેજા,આડેસરનો બબા આહિર,મી, કાનમેરનો મહેશ રામુ વાઘેલા, ધાણીથરનો રાજુભા જાડેજા,આડેસરનો બબા આહિર,
લાકડિયાનો મુરાદ અલ્લારખા મીર,વોંધનો વેલાછગન કોળી, રાપરનો ફારૂક ઉર્ફે ફારો પણકા, રાપરનો રઇશ ખોજા, ટગા ગામનો આમીન ઉર્ફે આઇબો હિંગોરજા, રવ ગામનો વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા વિક્રમસિંહ જાડેજા, રવ ગામનો ક્રિપાલસિંહ જાડેજા, રાપરનો કાસુભાઇ પણકા, રામવાવનો બબા પાંચા આહિર, રામવાવનો નિતીન રમેશચંદ્ર રાજગોર તથા રામવાવનો પ્રભુ સુરા આહિર નાશી છુટવામાં સફળ રહ્યા હતા.