મુંબઈમાં પાલઘરની કેમિકલ ફેકટરીમાં બોયલરમાં થયો વિસ્ફોટ થતાં ફેકટરીમાં આગ લાગી હતી જેમાં ફેકટરીમાં કામ કરતાં 3 કર્મચારીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.આ ઘટનાને લગભગ 11 કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુપણ આગ પર અંકુશ નથી મેળવી શકાયો.
પાલઘરના બોયસર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્થિત રામેડો કેમિકલ્સ નામની કંપનીમાં રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગી હતી.બોયલરમાં વિસ્ફોટ થવાથી મોટો ધડાકો થયો હતો તે એટલો જોરદાર હતો કે 8 કિમી સુધીના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી.ફેકટરીમાં કામ કરતાં 3 કર્મચારીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને 13થી વધુ ઘાયલ થયા હતા.