ટ્રમ્પ વિરુદ્ધ મોટું ષડયંત્ર! UNGA માં ભાષણ પહેલા સાયબર હુમલાનો પ્રયાસ, US સિક્રેટ સર્વિસે નિષ્ફળ બનાવ્યો
UNGA મીટિંગ: યુએસ સિક્રેટ સર્વિસે ન્યૂયોર્કમાં આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો, તે જગ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની ચાલી રહેલી બેઠકથી 35 માઇલના અંતરે આવેલી છે.
અમેરિકાની સિક્રેટ સર્વિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. યુએસ સિક્રેટ સર્વિસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 80મી બેઠક પહેલા ન્યૂયોર્કમાં એક મોટા સાયબર ખતરાને નિષ્ફળ બનાવ્યો છે. સિક્રેટ સર્વિસે મંગળવારે (23 સપ્ટેમ્બર 2025) જણાવ્યું હતું કે તેમણે 300 થી વધુ સિમ સર્વર અને લગભગ 1 લાખ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આ તમામ સિમનો ઉપયોગ અમેરિકન અધિકારીઓ વિરુદ્ધ ટેલિકોમ સંબંધિત ધમકીઓ અને સાયબર હુમલા માટે કરવામાં આવી રહ્યા હતા. આ ષડયંત્ર ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ પહેલા રચવામાં આવ્યું હતું.
સાયબર હુમલાનું ષડયંત્ર
અમેરિકન સુરક્ષા એજન્સી દ્વારા આ બધું એવા સમયે થયું જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે દુનિયાભરના નેતાઓ યુએસ પહોંચી રહ્યા હતા. સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં કહ્યું, ‘આ નેટવર્ક અજાણી ટેલિફોનિક ધમકીઓની સાથે-સાથે સાયબર હુમલો કરવામાં પણ સક્ષમ હતું. તેમાં એટલી ક્ષમતા હતી કે તેનાથી સેલ ફોન ટાવરોને નિષ્ક્રિય કરી શકાતા હતા. આ ઉપરાંત, તેમાં ડિનાયલ ઓફ સર્વિસ એટેક અને ગુનાહિત સંગઠનો, એન્ક્રિપ્ટેડ સંદેશાવ્યવહારને સરળ બનાવવાની સુવિધા હતી.’
The Secret Service dismantled a network of more than 300 SIM servers and 100,000 SIM cards in the New York-area that were capable of crippling telecom systems and carrying out anonymous telephonic attacks, disrupting the threat before world leaders arrived for the UN General… pic.twitter.com/sZKUeGqvGY
— U.S. Secret Service (@SecretService) September 23, 2025
UNGA પહેલા ટ્રમ્પ વિરુદ્ધ મોટી કાવતરું
સિક્રેટ સર્વિસે ન્યૂયોર્કમાં જે સ્થળોએ આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો, તે જગ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ચાલી રહેલી બેઠકથી 35 માઇલના અંતરે છે. આ ઉપકરણોના કારણે ન્યૂયોર્કના ટેલિકમ્યુનિકેશનમાં થનારા સંભવિત ખતરાને જોતા, સુરક્ષા એજન્સીએ આ નેટવર્કને અટકાવવા માટે તરત પગલાં લીધા. હાલમાં આ ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.