ગાંધીધામ: DRI એ એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી કૌભાંડનો કર્યો પર્દાફાશ, માસ્ટર માઈન્ડ રાજીવ જૈનની ધરપકડ, સરકારી તિજોરીને કરોડો રુપિયાનો ચૂનો ચોપડ્યો
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ચાઇનીઝ બનાવટના હાઇડ્રોલિક રોક બ્રેકર્સ અને છીણીઓની આયાત સાથે સંકળાયેલા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.ગેરકાયદેસર આ તમામ માલ-સામાનની આયાત કરવામાં આવી હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. હજારો કરોડ રૂપિયાની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી (ADD) ચોરી કરવા માટે આ માલ-સામાનને મલેશિયા દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસના ભાગ રૂપે DRI ના ગુજરાતમાં ગાંધીધામ યુનિટે 15 સપ્ટેમ્બરના રોજ મહાવીર ડિસ્ટ્રિબ્યુટર્સના ભાગીદાર રાજીવ હોસમાને જયપ્રકાશની ધરપકડ કરી હતી. રાજીવ હોસમાને 28.24 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના કાવતરા પાછળ મુખ્ય ઓપરેટર, લાભાર્થી માલિક અને માસ્ટરમાઇન્ડ હોવાની શંકા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ કન્સાઇન્મેન્ટ પશ્ચિમ ભારતના મુખ્ય બંદર દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.
રાજીવHJને રાજીવ જૈન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની કસ્ટમ્સ એક્ટની કલમ 104(4)(b) અને 104(6)(a) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા આયાતી માલના ત્રણ કન્સાઇન્મેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.
હાઇડ્રોલિક રોક બ્રેકર્સ અને છીણી જેવો માલ-સામાન બાંધકામ
અને ખાણકામ ઉદ્યોગમાં અભિન્ન સાધનો છે, આ સામાનનો ઉપયોગ સામાન્ય રીતે ખોદકામ કરનારાઓમાં થાય છે. સ્થાનિક ઉત્પાદકોને સુરક્ષિત રાખવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ 27 જૂન, 2024 ના રોજ આવી આયાત પર ભારે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી હતી. ચાઇનીઝ બનાવટના ઉત્પાદનો પર લગભગ 162% ડ્યુટી લાગે છે.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે
કૌભાંડને બે પ્રકારે આચરવામાં આવ્યું હતું. પ્રથમ, ચકાસણી અને ADD ટાળવા માટે કન્સાઇનમેન્ટ મલેશિયા દ્વારા મોકલવામાં આવ્યા હતા. બીજું, કન્સાઇનમેન્ટનું ખૂબ જ ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગના એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે આવા મામલામાં 10,000 ડોલરની કિંમતની પ્રોડક્ટને માત્ર 2,000 ડોલરની કિંમતની બીજી વસ્તુ તરીકે જાહેર કરવામાં આવે છે, જેનાથી ચૂકવવાપાત્ર ડ્યુટી ઓછી થાય છે,
અધિકારીએ અંદાજ લગાવ્યો હતો કે
ગયા વર્ષે કોલકાતા, મુંબઈ અને ગુજરાતના બંદરો પર આ મોડસ ઓપરેન્ડી દ્વારા 2,000 કરોડ રૂપિયાથી વધુના માલ-સામાનને લોડ કરતા લગભગ 500 કન્ટેનરની આયાત કરવામાં આવી હતી, જેના કારણે સરકારી તિજોરીને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.આના કારણે ભારતીય ઉત્પાદકો પણ આ ગેરકાયદેસર આયાતથી સીધી અસર પામે છે.
DRI સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રથામાં મુક્ત વેપાર કરારનો દુરુપયોગ સામેલ છે. “દસ્તાવેજો બનાવટી હોય છે. મલેશિયામાં આયાતકારોના એજન્ટો બનાવટી મૂળ પ્રમાણપત્રો અને તેમને પ્રમાણિત કરતા નકલી પત્રો ગોઠવે છે. માલનું મૂલ્ય પણ 20%-25% ઓછું આંકવામાં આવે છે,” DRI એ તેના 2021-22 વાર્ષિક અહેવાલમાં નોંધ્યું છે.