વલસાડ : વલસાડ શહેર ને અડીને આવેલા ભાગડાવડા ગ્રામપંચાયતમાં જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત ના બધાજ કાયદાઓને નેવે મૂકી એન એ હુકુમમાં બે માળની પરમીશન લઇ આજ એન એ ઓર્ડર પર ભાગડાવડા ગ્રામપંચાયતથી થોડાજ અંતરમાં ગ્રાઉન્ડ વત્તા પાંચ માળોનું બાંધકામ થઇ ગયું અને ફ્લેટધારકો રહેવા પણ આપી દેવાયુ આવ્યા છે.
ભાગડાવડા ગ્રામપંચાયતના દાડિયા ફળીયા વિસ્તાર માં ક્રિષ્ના રેસિડન્સી માં 2 બેડરૂમ હોલ ,કિચન ના લક્ઝરીયસ ફ્લેટોના લેબલ હેઠળ ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આજ વિસ્તાર માં વીર વિહાર એપાર્ટમેન્ટ માં પણ બિન્દાસ્ત પણે જાણે આ વિસ્તાર પર કાયદાનું નહિ પણ ગાંધીછાપ નોટોનું શાસન હોઈ તે પ્રમાણે બાંધકામો કરી બિલ્ડરોએ તંત્ર ની અને તંત્રના અધિકારીઓની ઓથોરિટીના લીરે લીરાં ઉડાવી દીધાં છે : ભાગડાવડા દાંડિયા ફળીયા થી કોસંબારોડ પર ગેરકાયદેસર બાંધકામોની ભરમારમાં આ બાંધકામ ઉમેરાયું છે. સુત્રોના જણાવ્યા મુજબ તો ક્રિષ્ના એપાર્ટમેન્ટ જે જમીન પર બન્યું છે. તે કાયદા મુજબ એનું ક્ષેત્રફળ પણ 5000 સ્કવેરફુટથી ઓછું છે .હવે 5000 ફૂટ થી ઓછી જમીન પર ગ્રાઉન્ડ વત્તા પાંચ ફ્લોર ના 20 થી વધુ ફલેટો બનશેતો આમ રહેનારા કુટુંબોની સલામતી અને નાગરિકસુવિધા ઓના નામે મિડુંજ રહેશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે કુંભકર્ણની નિદ્રામાં છે હવે જોવું રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં રહેલા ગાંધીછાપ નોટોનો પટ્ટો આંખો પર બાધી ફરતા આધિકારીઓને ક્યારે શરમ આવશે અને આવા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવશે .
[slideshow_deploy id=’34490′]