આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ થઇ ચુક્યો છે. બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતની અલગ અલગ શાળાઓ બહાર વિદ્યાર્થીઓનો મનોબળ વધાવવા સામાજિક સંસ્થા તેમજ ભાજપી કાર્યકરો દ્વારા તિલક કરી શુભકામના પાઠવવામાં આવી હતી.
રાજ્યમાં બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ થયો છે. તંત્ર દ્વારા પણ તમામ બેઠક વ્યવસ્થા પુરી કરી દેવામાં આવી છે. વિધાર્થીઓને કોઈ અવગડતાં ના પાડે તે માટે શાળા દ્વારા પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમ્યાન સુરતની 843 બિલ્ડિંગ માં 5553 બ્લોકમાં બોર્ડની પરીક્ષા નો પ્રારંભ થયો છે. જેમાં સુરતથી કુલ 1.63 લાખ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે. સુરતના અલગ અલગ સેન્ટરો પરથી હાલ પરિક્ષાઓનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યાં આજ રોજ વાલીઓ જાતે પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્રો પર છોડવા આવતા જોવા મળ્યા. જ્યારે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ અને મનોબળ વધે તે માટે સામાજિક સંસ્થા અને ભાજપના કાર્યકરો દ્વારા વિધાર્થીઓને તિલક કરી શુભકામના પાઠવવામાં આવી હતી. બીજી તરફ સામાજિક સંસ્થાઓ દ્વારા વિધાર્થીઓને ચોકલેટ અને બોલપેનનું વિતરણ કરી પરીક્ષાની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી. પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં પણ એક ઉત્સુકતા જોવા મળી હતી. તો કેટલાક વિધાર્થીઓ ના મોઢે ચિંતા પણ જોવા મળી હતી.