દેશના અનેક શહેરોને સ્માર્ટ સિટીમાં ફેરવવાની મોદી સરકારની યોજના સાકાર થવા જઈ રહી છે. કારણ કે આગ્રા, વારાણસી, ચેન્નાઈ, પુણે અને અમદાવાદ સહિત 22 શહેરોમાં નાગરિકોને સ્માર્ટ સિટી મિશન હેઠળ વધુ સારી સુવિધાઓ મળવા લાગશે. આ 22 શહેરોમાં સરકારના મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી મિશન હેઠળ ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ્સ આવતા મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે.
સ્માર્ટ સિટી મિશન હેઠળ વધુ સારી સુવિધાઓ મળવા લાગશે. આ 22 શહેરોમાં સરકારના મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી મિશન હેઠળ ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ્સ આવતા મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે.
ન્યૂઝ એજન્સી અનુસાર, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મિશન હેઠળ બાકીના 78 શહેરોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ આગામી ત્રણ-ચાર મહિનામાં પૂરા કરવામાં આવશે.
આ શહેરોને આવતા મહિનાથી ‘સ્માર્ટ સિટી’ કહેવામાં આવશે
ભોપાલ, ઈન્દોર, આગ્રા, વારાણસી, ભુવનેશ્વર, ચેન્નાઈ, કોઈમ્બતુર, ઈરોડ, રાંચી, સાલેમ, સુરત, ઉદયપુર, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, કાકીનાડા, પુણે, વેલ્લોર, પિંપરી-ચિંચવડ, મદુરાઈ, અમરાવતી, તિરુચિરાપલ્લી અને તંજાવુરનો સમાવેશ થાય છે.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે માર્ચ સુધીમાં 22 સ્માર્ટ સિટી પૂર્ણ કરીશું કારણ કે આ શહેરોમાં પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. આગામી ત્રણ-ચાર મહિનામાં અમે બાકીના શહેરોનું પ્રોજેક્ટ વર્ક પૂર્ણ કરીશું.