10મા ધોરણમાં જ અભ્યાસ છોડીને કૂરિયર એજન્સી સાથે કામ શરુ કરનારા એક યુવકે ઈ-કોમર્સ સાઈટ એમેઝોનને 1.3 કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો છે. આરોપ છે કે યુવકે કથિત રીતે ટ્રાન્ઝેક્શનમાં હેરાફેરી કરીને આ ફ્રોડ કર્યો છે. દર્શને(25) પોતાના મિત્રોને પણ મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવાનું કહ્યું અને કોઈ પણ જાતના પૈસા ટ્રાન્સફર કર્યા વિના પ્રોડક્ટ તેમને પહોંચાડી. આ કેસમાં 4 યુવકોની 25 લાખ રુપિયાની કિંમતના સામાન સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમાં 21 સ્માર્ટફોન, 1 લેપટોપ, એક આઈપોડ, 1 એપલની વૉચ શામેલ છે. પોલીસે 4 બાઈક પણ સીઝ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર, 2017 અને ફેબ્રુઆરી, 2018 દરમિયાન આ કેસ સામે આવ્યો. આ સમયગાળા દરમિયાન એમેઝોનને ચિકમંગલુરુ શહેરથી 4604 ઓર્ડર્સ મળ્યા. આ દરેક પ્રોડક્ટ દર્શન દ્વારા પહોંચાડવામાં આવી હતી, જે એક કૂરિયરમાં કામ કરતો હતો. કૂરિયર કંપની સાથે એમેઝોને કોન્ટ્રાક્ટ કર્યો હતો કે તે એમેઝોનના પ્રોડક્ટ્સ પહોંચાડશે અને પેમેન્ટ પણ લેશે. પોલીસનું કહેવું છે કે દર્શને પેમેન્ટ સિસ્ટમમાં ચેંડા કર્યા છે. SP કે.અન્નામલઈએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, દર્શને કાર્ડ સ્વાઈપ કરતી વખતે એક ફેક પેમેન્ટ એલર્ટ તૈયાર કર્યુ હતું. એમેઝોનના અધિકારીઓને ત્રિમાસિક ઑડિટ દરમિયાન આ ફ્રોડ વિષે જાણ થઈ હતી. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને અમે દર્શન સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં હજી પણ 2 આરોપી ફરાર છે. આટલું જ નહીં, 8 માર્ચના રોજ એમેઝોનના સીનિયર મેનેજર નવીન કુમારે બસવનહલ્લી પોલીસ સ્ટેશનમાં દર્શન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે કંપનીને 1.3 કરોડનો ચૂનો લગાવવામાં આવ્યો છે. એમેઝોને દર્શનને ગ્રાહકો પાસેથી પેમેન્ટ લેવા માટે અને ડિલિવરીને લગતી ઈન્ફર્મેશન માટે ડિજિટલ ટેબ આપ્યું હતું. SPએ જણાવ્યું કે, અમે ટેબને ફોરેન્સિક લેબમાં મોકલ્યું છે. અમને એવા કસ્ટમર પણ મળ્યા છે, જે ફેક એડ્રેસથી ઓર્ડર કરી રહ્યા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.