વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળેલા યુવકે કરેલા આપઘાત પ્રયાસ મામલે ઉધના પોલીસે પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે વ્યાજખોરો સામે ઊંચા વ્યાજે નાના ધીર્યા હતા ,જે સમયસર ન ચૂકવી શકતા વ્યાજ ,ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત પેનલ્ટી ની પઠાણી ઉઘરાણી વ્યાજખોરો દ્વારા યુવક પાસે શરૂ કરવામાં આવી હતી. જેથી ડિપ્રેશનમાં આવેલા કિરાણા ના વેપારીના પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સુરતના ઉધના મહાદેવ નગર મા રહેતા દાળચંદ પ્રજાપતિ કિરાણા ની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. દસ તારીખના રોજ દાળચંદભાઈ પોતાની દુકાને હતા ,જે દરમ્યાન પોતાનો પુત્ર બંધ ઘરમતજી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.તાકીદે પુત્રને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા ઉધના પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે ,આપઘાતનો પ્રયાસ કરનાર મુકેશ પ્રજાપતિએ અલગ અલગ ફાયનાન્સરો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. જેનું વ્યાજ સમયસર ચૂકવી પણ દેવામાં આવતું હતું. પરંતુ કોઈક કારણોસર અધવચ્ચે મુકેશ વ્યાજની રકમ ન ભરી શકતા ફાયનાન્સરો દ્વારા વ્યાજ પ્લસ ,ચક્રવૃધ્ધિ વ્યાજ તેમજ પેનલ્ટી લગાવવામાં આવી હતી. જે રકમ બેગની વધી જતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.દરમ્યાન દસમી તારીખના રોજ વ્યાજખોરનો મુકેશના ભાઈ પ્રવીણ પર ફોન આવ્યો હતો. ફોન પર ઉઘરાણી માટે આવી રહ્યા હોવાનું જાણવામાં આવ્યું અને રૂપિયા તૈયાર રાખે તેવી વાત કહી હતી. જે વાત મુકેશને માલુમ પડતા તર ડિપ્રેશનમાં આવ્યો હતો અને બેભાન થઈ ગયો હતો.આ મામલે મુકેશના નિવેદન અને તેના ભાઈ પ્રવિનની ફરીયાદના આધારે ઉધના પોલીસે પાંચ લોકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.