ગાંધીધામ: બ્લેક ઇગલ અને સિયા રામ હાઇડ્રોલિક સામે DRIની ઢીલી કાર્યવાહી, શંકા વધી.
એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ચોરી કેસમાં જેલની હવા ખાઈ રહેલા હસોવન ગ્રુપનાં રાજીવ જૈનની જેમ જ અન્ય કેટલીક કંપનીઓ સામે પણ ગાંધીધામ DRI દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. કંડલા પોર્ટ થકી કરોડો રુપિયાની ડ્યુટી ચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવા કરતુતોમાં હાલમાં બે પેઢી DRIનાં રડારમાં આવી ગઈ હોવાની વિગતો જાણવા મળી રહી છે. ગાંધીધામથી કંડલા પોર્ટ સાવ નજીક જ છે અને કંડલા પોર્ટથી એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ચોરી કરીને કરોડો રુપિયાનો સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
માહિતી મુજબ બે પેઢીઓનાં સંચાલકોના આંટાફેરા DRI ઓફિસ ખાતે જોવા મળી રહ્યા છે
આ બે પેઢીઓમાં બ્લેક ઇગલ હાઇડ્રોલિક-સિયા રામ હાઇડ્રોલિકનાં સંચાલકો કે ડિરેક્ટરો DRI ખાતે જોવા મળ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. બ્લેક ઇગલ હાઇડ્રોલિક અને સિયા રામ હાઇડ્રોલિકનાં સંચાલકોનાં નેયવર્કને ભેદવા માટે DRI વધુ તપાસ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એન્ટિ ડમ્પીંગ ડ્યુટીનો ગેરલાભ ઉઠાવી કરોડો રુપિયાનો સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનારા અને કંપનીઓ ખોલીને સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહેલી આ બન્ને કંપનીઓ હવે DRIનાં રડારમાં આવી જવા પામી છે.
વિગતો મુજબ કંડલા પોર્ટ પર બ્લેક ઇગલ હાઇડ્રોલિક અને સિયા રામ હાઇડ્રોલિકનાં કેટલાક કન્ટેનરો ક્લિયરન્સની રાહ જોઈ રહ્યા છે. અધિકારીઓને આ કન્ટેનરોને લઈ આશંકા હોવાથી કલ્યિરન્સને પેન્ડીંગ કરી દીધા છે. રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ પર શંકા જતાં કન્ટેનરોનું ક્લિયરન્સ અટકાવી દેવામાં જરુર આવ્યું છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા DRI સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.