ગુજરાત યુનિર્વસીટી સંલગ્ન કોલેજોમાં હાલ વિદ્યાર્થીઓની રી-ટેસ્ટ માટેના ફોર્મ ભરાય છે. યુનિર્વસીટીએ રી-ટેસ્ટના ફોર્મની ફી વિષય દિઠ 50 રૂપિયા નક્કિ કરી છે. ત્યારે શહેરની ભવન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રી-ટેસ્ટના ફોર્મની ફી 350 રૂપિયા, એ પણ વિષય દિઠ ઉઘરાવવામાં આવી રહ્યા છે.
રી-ટેસ્ટના ફોર્મની ફી પેટે ભવન્સ કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. જેના પગલે આજે એનએસયુઆઇ દ્વારા કોલેજ ખાતે વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ. એનએસયુઆઇના કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને કોલેજ સંચાલકોને આવેદન પત્ર આપી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘાવવામાં આવતી ખોટી રીતની ફી પરત કરવામાં આવે, અને યુનિર્વસીટીના ધારા-ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.