રાજ્યસભાની ચૂંટણી માટે લડવા ઉતરેલા ભાજપી ઉમેદવાર પુરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા જયારે કોંગ્રેસના અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનું ઉમેદવારી ફોર્મ આખરે માન્ય રાખવામાં આવ્યું છે. જેને લઇ બિનહરીફ ચૂંટણી યોજાય તેવો માર્ગ મોકળો બન્યો છે. જ્યારે ગુરૃવાર ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે.
મંગળવારે રાજ્યસભાના ચૂંટણી અધિકારીની ઓફિસમાં ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયઆન કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, બાબુ માંગુકિયા ઉપસ્થિત રહ્યા હતા. જયારે ભાજપમાંથી પરેન્દુ ભગત સહિતના કાયદા નિષ્ણાંતો હાજર રહ્યા હતાં. બંન્ને પક્ષે ઉમેદવારના ફોર્મમાં વાંધાવચકાં કાઢવા જાણે રીતસરની હોડ જામી હતી. પરંતુ ચારેય ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે.