આ સદીના મહાન વૈજ્ઞાનિક તરીકે જેની ઓળખ થાય છે તેવા સ્ટીફન હોકિંગનું બુધવારે 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધનની જાણકારી તેમના પ્રવક્તાએ આપી છે. જાણવા મળ્યું છે કે સ્ટીફન હોકિંગ લાંબા સમયથી બિમાર હતા. નોબર પુરસ્કારથી સન્માનિત હોકિંગની ગણતરી દુનિયાના મોટા અને મહાન ભૌતિક વૈજ્ઞાનિકોમાં થાય છે. તેમનો જન્મ ઇગ્લેન્ડના આઠ જાન્યુઆરી 1942માં ઓક્સફોર્ડમાં થયો હતો. હોકિંગના બાળકોમાં લૂસી, રોબર્ટ અને ટીમ છે. તેમણે પણ તેમના પિતાની મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેન સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની પાસે 12 માનદ ડીગ્રીઓ છે. અને હોકિંગના કાર્યને જોતા અમેરિકાએ તેમને સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપ્યું છે.
1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિર્સચ કરી તેમણે થ્યોરી મોડ આપનારા સ્ટીફન તે સમયે વિજ્ઞાનના દુનિયાના સેલેબ્રિટી બની ગયા હતા. આ વૈજ્ઞાનિકનું મગજ છોડીને તેમના શરીરનો કોઇ પણ ભાગ કામ કરતો નહતો. વિશ્વ પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિકના બેસ્ટસેલર પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ દ્વારા સ્ટીફને દુનિયાને જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે તેમની શારીરિક અક્ષમતાઓને પાછળ છોડીને સાબિત કરી દીધુ કે ઇચ્છા શક્તિથી તમે અશક્ય લાગતા કામો પણ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે આ પછી તેની પર એક ફિલ્મ પણ બની હતી. જે પણ ખૂબ જ લોકપ્રિય થઇ હતી.