- મહેસાણા PNDT એકટના ભંગ બદલ મહેસાણા અને આંબલિયાસણના બે ડોક્ટરોના સોનોગ્રાફી મશીન સીલ કરાયા, રેકર્ડ જાળવણીનો અભાવ અને પ્રેગ્નેન્સી ડ્રોપ થયાનું ખુલતા આંબલિયાસણના ડોક્ટરનું સોનોગ્રાફી મશીનનું રજીસ્ટ્રેશન રદ્દ કરાયું
- ખેડા ઉતરસંડાથી નડિયાદ તરફ આવતા રસ્તામાં ઝાડ પડતા એક યુવકનું ઘટના સ્થળે મોત , 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત.
- એસટી નિગમનો ઐતિહાસિક નિર્ણય, 10,000 જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસોનો નિકાલ કરાશે, ડિફોલ્ટ કેસોનો ઝૂંબેશની જેમ નિકાલ કરાશે, 15 માર્ચે રાજ્યભરમાં ઓપન હાઉસમાં કાર્યવાહી કરાશે
- જૂનાગઢ માં ગુંડાઓ એ વેપારી ને માર મારી ચલાવી લૂંટ, લૂંટની આખી ઘટના CCTV કેમેરામાં થઈ કેદ, જૂનાગઢ ના માંગનાથ રોડ ઉપર ક્લાસિક જીન્સ નામની દુકાન માં થઈ લૂંટ, જૂનાગઢ માં ગુંડાગીરી ફરી માથું ઉચકી. ધોળા દિવસે કાપડ બજારમાં બની ઘટના
- સુરત સરકારી અનાજ સગેવગે કરવાનો મામલો, આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર, ક્રાઇમ બ્રાન્ચે બે પરવાનેદારની કરી હતી ધરપકડ, પાંડેસરાના કેસમાં રામચંદ્રની ધરપકડ કરાઈ હતી, તો લિંબાયતના કેસમાં નૂર મહમદની ધરપકડ
- અમદાવાદ અમરાઇવાડીમાં 17 વર્ષીય કિશોરની હત્યા, શીતલનગરમાં થઇ હત્યા, કિશોરની યુવકે છરીના ઘા ઝીકી કરી હત્યા, અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- બનાસકાંઠા યાત્રાધામ અંબાજી બંધનુ એલાન, અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલની અગવડને લઈ બંધનું એલાન, હોસ્પિટલમાં અપૂરતી સુવિધા અને અપૂરતા ડોકટરોની અછતને લઈને આંદોલન , લોક હિત રક્ષક સમિતિ દ્વારા બજારો બંધ રાખવા અપિલ
- ગીર ગઢડાના ટપકેશ્વર મહાદેવ મંદિરમાં પહોંચ્યા સિંહ , મંદિર સુધી સિંહ આવી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ, શ્રદ્ધાળુઓએ વાયરલ કર્યો સિંહનો વીડિયો
- ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે , CM વિજય રીપાણીની અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટની બેઠક , સરકારની યોજનાઓ અને પાણીના સંદર્ભે થશે સમીક્ષા, અંદાજ પત્ર પર ચર્ચાના કારણે નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકાય
- બિહારની અરરિયા લોકસભા બેઠક પર RJD આગળ, ભભુઆ વિધાનસભા બેઠક પર ભાજપ આગળ, જહાનાબાદ વિધાનસભા બેઠક પર RJD આગળ


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.