આદિપુરમાં સરદારનો સ્વાંગ રચીને કબાટની ચાવી બનાવવાના આવેલા બે શખ્સે કરી રૂ.4.35 લાખના દાગીનાની તસ્કરી
આદિપુરના ડી.સી.-પાંચ, પાંજોઘરમાં સરદારના સ્વાગમાં ફરતા બે શખસોએ એક ઘરમાં જઈને ચાવી બનાવી આપવાના બહાને રૂ. 4.35 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જે અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરી પાછળ જ આવેલા આ વિસ્તારમાં ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.
આધેડ મહિલા ઘરમાં એકલી હતી ત્યારે બન્યો બનાવ
આદિપુરના ડી.સી.-પાંચમાં મકાન નંબર 616માં રહેતા ફરિયાદી જસિન્તા રાજન નાયર નામનાં આધેડ મહિલા ઘરે એકલાં હતાં. તેમનો દીકરો વિક્ટર કામે ગયો હતો. ગત તા. 15/9ના બપોરના અરસામાં મહિલા ઘરે હતા, ત્યારે બહાર ચાવી બનાવવા અંગે બે શખ્સ બૂમો પાડી રહ્યા હતા, ત્યારે ભોગ બનનારને કબાટની ચાવી બનાવવાની હોવાથી તે બહાર નીકળ્યા હતા.
સરદારના સ્વાગમાં રહેલા બે શખસો મહિલાએ ચાવી બનાવી આપવા કહ્યું
સરદાર જેવા લાગતા બે શખ્સો મહિલાને બહાર આવતા જોઇને તેમની પાસે ગયા હતા. મહિલાએ કબાટ, ઘરના દરવાજાની ચાવવાનું કહેતાં બંને શખ્સ મહિલા સાથે ઘરમાં ઘૂસ્યા હતા. ત્યાં બેડરૂમની ચાવી બનાવી રહ્યા હતા, ત્યારે ફરિયાદી હોલમાં જઇને બેઠા હતા અને થોડી-થોડીવારમાં આ શખ્સો પાસે જઇને તપાસ કરતા હતા. આ શખ્સોએ ચાવી બનાવવામાં સમય લાગ્યો હતો. ચાવી બનાવી આપી બનાવવામાં સમય લગાડયો હતો.
ચાવીમાં ઓઇલ કરેલું છે થોડીવાર પછી ખોલજો
આરોપીઓ એ ચાવી બનાવી આપી બાદમાં ચાવીમાં ઓઇલ કરેલું છે. થોડીવાર પછી કબાટ ખોલવા કહ્યું હતું. થોડીવાર પછી મહિલાએ કબાટ ખોલતાં ખૂલ્યું નહોતું, બાદમાં તેમનો દીકરો આવ્યો હતો. તેણે પણ પ્રયત્ન કરતાં કબાટ ખૂલ્યું નહોતું. બે-ત્રણ દિવસ રહીને તેમના દીકરાનો મિત્ર ત્યાં આવી લોક ખોલી આપતાં કબાટની તિજોરી ખુલ્લી જણાઇ હતી અને દાગીના ગૂમ જણાયા હતા. ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘૂસેલા શખ્સોએ કબાટમાંથી દોઢ તોલાની તથા પોણા તોલાની ચેઇન, સોનાનું ક્રોસવાળું રોકેટ, અડધા તોલાનું મોતીની ડિઝાઇનવાળું સોનાનું બ્રેસલેટ, સોનાની હાથમાં પહેરવાની પાટલી, અડધા તોલાની સોનાની વીંટી એમ કુલ રૂા. 4,35,000ના દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા.
ચોરીના બનાવથી વિસ્તારમાં ચકચાર મચી
ગત તા. 15/9ના બપોરના અરસામાં બનેલા આ બનાવ અંગે આજે બપોરે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસવડાની કચેરી પાછળ જ આવેલા વિસ્તારમાં ચોરીના બનાવથી ભારે ચકચાર ફેલાઈ હતી.