મેઘપરમાંથી સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનાર આદિપુરના બે શખસોને 20 વર્ષની કેદની સજા ફટકારાઈ
I અંજાર તાલુકાના મેઘપર ગામેથી ૧૩ વર્ષની સગીરાનું અપહરણ કરીને લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી જઇને જુદા-જુદા સ્થળે લઇ જઇને તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવનાર આદિપુર રહેતા બે શખસો સામે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ અંજારની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંન્ને આરોપીને ૨૦ વર્ષની કેદની સજા તથા રૂ. ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
આરોપીએ સગીરાનું અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી
આ કેસની વિગતો અનુસાર ફરિયાદીની સગીર વયની દિકરીનું આરોપી મહેશ જોગા પ્રજાપતિએ લગ્નની આ કેસની વિગતો અનુસાર ફરિયાદીની સગીર વયની દિકરીનું આરોપી મહેશ જોગા પ્રજાપતિએ લગ્નની લાલચ આપીને અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપી સગીરાને માંડવી તાલુકાના મોડકુબા ગામની વાડીએ રાખી હતી ત્યારબાદ અબડાસા તાલુકાના સિંધોડી ગામની વાડીમાં રાખી હતી. આ ઉપરાંત પોતાના વતન રાપર તાલુકાના ખાંડેક ગામે લઈ જઈને સગીરા અનુસુચિત જાતિની હોવાનું જાણતો હોવા છતાં તેના પર વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી. જ્યારે અન્ય આરોપી પ્રવીણ રાધુ પ્રજાપતિએ પણ સગીરાને ગાંધીધામ તાલુકાના ભારાપર ગામે રેણુકા સુગર કંપનીની સામે આવેલી ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.
કેસમાં ૧૯ જેટલા સાક્ષીઓ તથા ૬૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યા
આ કેસમાં ફરિયાદ પક્ષે ૧૯ જેટલા સાક્ષીઓ તપાસમાં આવ્યા હતા અને અંદાજીત ૬૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જે રજૂ થયેલા મૌખિક અને લેખિત પુરાવાને ધ્યાને લઇને કોર્ટ દ્વારા બંન્ને આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી. કેસની તપાસ વી.આર.પટેલ તથા ડી.એસ.વાઘેલા દ્વારા કરવામાં આવી હતી. કેસમાં પ્રોસિક્યુશન તરફે અંજાર કોર્ટના મદદનીશ સરકારી વકીલ આશિષ કુમાર પંડ્યા એ હાજર રહીને દલીલો કરી હતી
બંન્ને આરોપીઓને કઈ કલમ હેઠળ કેટલી સજા ફટકારવામાં આવી
I બંન્ને આરોપીઓને અંજારના બીજા અધિક સેશન્સ જજ (સ્પે.પોક્સો જજ) કમલેશ શુક્લ દ્વારા આઇપીસી ૩૬ ૩ હેઠળ ૩ વર્ષની સાદી કેદ અને રૂ. ૨ હજારનો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ ૮ દિવસની સાદી કેદની સજા, આઇપીસી ૩૬ ૬ હેઠળ ૨ વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૧ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૮ દિવસની સાદી કેદની સજા, એટ્રોસિટીની કલમ૩(૨)(૫), ૩(૨)(૫) (એ), ૩(૧) (ડબલ્યુ) (૨) હેઠળ ૫ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧ હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૮ દિવસની સાદી કેદની સજા, આઇપીસી ૩૭૬, ૧૧૪ તથા પોક્સો એક્ટની કલમ ૪ હેઠળ ૨૦ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧પ હજારનો દંડ તથા દંડની રકમ ન ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો