આધાર કાર્ડ ખુબજ જરૂરી છે તમે તમારા આધાર કાર્ડમાં એડ્રસને ઘરે બેઠા અપડેટ કરી શકો છો. તમે આધાર કાર્ડના એડ્રસને UIDAIની વેબસાઇટ પર ઓનલાઇન અપડેટ કરી શકો છે.
UIDAIની વેબસાઇટ પર Update Request (Online) પર ક્લિક કરો. તે પછી એક નવા ટેબમાં વેબપેજ ખુલશે. તેમાં સૌથી નીચે Proceed પર ક્લિક કરો. હવે તમારો અાધાર નંબર નાંખો અને ઓટીપી મંગાવવા માટે ટેક્સ્ટ વેરિફિકેશન કોડ પણ નાંખો. નેક્સ્ટ પેજ પર ઓટીપી નાંખો.
તે પછી તમારે આધાર કાર્ડ એડ્રસ બદલાવલા માટે બે વિકલ્પ માંથી એક પસંદ કરવાનો રહેશે. તમને એરિયા પિન કોડ અથવા એડ્રસ પૂછવામાં આવશે.
હવે તમારે આધાર કાર્ડનું એડ્રેસ બદલવા માટે એડ્રેસ પ્રુફ આપવુ પડશે. તમારી પાસે આઇડી પ્રુફ જેવા કે પાસપોર્ટ, ઇન્શ્યોરન્સ પોલિસી, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, ટેલિફોન બિલ, પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ જેવા વિકલ્પ મળશે.નેક્સ્ટ પેજ પર જરૂરી વિગતો ભરીને સબમિટ પર ક્લિક કરે.
આધાર કાર્ડ એડ્રસને ઓનલાઇન અપડેટ અથવા બદલવાની પ્રક્રિયા સરળ છે. તમારુ એડ્રસ ફક્ત સબમિટ કરવાથી બદલાઇ નહી જાય કે UIDAIના રેકોર્ડ્સમાં પણ તે અપડેટ નહી થાય. નવા એડ્રસને રેકોર્ડ્સમાં નાંખતા પહેલા તેની ઓથેન્ટિકેશન પ્રક્રિયાના પગલે તેને વેરિફાય કરવામાં અાવશે એટલે કે તમે તે સુનિશ્વિત કરી લો કે તમે સાચી માહિતી આપી છે.
છે ને ખુબજ સરળ તો હવે ખુબજ સરળતાથી તમે તમારુ અાધારકાર્ડ અપડેટ કરી શકો છો.