ટ્રાફિક મુક્ત શહેર: રાજ્ય સરકાર દ્વારા ગ્રીન-ક્લીન ટેકનોલોજી સાથે રિંગ રોડ ડેવલપમેન્ટ
ગ્રીન રિંગ રોડ વિકાસ યોજનાના અમલની SOPને મંજૂરી આપી છે. શહેરના મુખ્ય ભાગમાં પ્રવેશ્યા વિના શહેરના વિવિધ ભાગો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા અને શહેરોના કેન્દ્રથી ટ્રાફિકને દૂર વાળવા શહેરની ફરતે રિંગ રોડ વિકાસથી કનેક્ટિવિટી પૂરી પાડશે.
રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા વિકસાવવાના થતા આવા ગ્રીન રીંગ રોડ માટે રૂ.૨૦૦ કરોડનું ખર્ચ થશે.
ટ્રાફિક ભારણનું અદ્યતન અને સ્માર્ટ ટેકનોલોજીથી ડાયવર્ઝન, નિયંત્રણ અને વ્યવસ્થાપન કરાશે.
ક્ષેત્રના જાણકાર, અનુભવી અને જરૂરી કુશળતા ધરાવતા તજજ્ઞોની એડવાઈઝરી કમિટી રચવામાં આવી હતી. ભલામણો મુજબ આવા રિંગ રોડ નિર્માણમાં અદ્યતન ગ્રીન-ક્લીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને સામગ્રીઓના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.
શહેરોની સુંદરતા અને પર્યાવરણપ્રિય મૂલ્યોમાં વધારો કરાશે.
ગ્રીન રીંગ રોડ માટે સ્ટેઈનેબલ ઈન્ટીગ્રેશન અન્વયે કેરેઝ-વે, મીડિયન અને શોલ્ડર્સ, ડ્રેનેજ અને વરસાદી પાણીનું વ્યવસ્થાપન, રોડ યુટીલિટીઝ, વૃક્ષારોપણ તથા ટ્રાફિક વ્યવસ્થાપન અને રોડ સલામતિ સુવિધાઓ પણ આવરી લેવામાં આવી છે.
સરક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે રોડ નિર્માણમાં ઉપયોગ થનારા કુલ મટિરીયલના 25 ટકા રિસાયકલ મટીરીયલના ઉપયોગને પ્રાથમિકતા આપાશે.
રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવું આયોજન કરવા મહાનગરપાલિકાઓને સૂચવવામાં આવ્યું છે.
પ્રોજેક્ટ સંબંધિત ડી.પી.આર.ની ટેકનિકલ અને એન્વાયરમેન્ટલ સમીક્ષા પણ હાથ ધરવાની રહેશે.