અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સેન્ટ્રલ ટેક્ફેસ્ટની ઉજવણીના ભાગરૂપે હેકાથોન વિશ્વહેક 1.0નો આરંભ થયો છે, તેમાં સમગ્ર ગુજરાતમાંથી 100+ વિદ્યાર્થીઓ 23થી વધુ ટીમોના સ્વરુપે ભાગ લઈને 36 કલાક સતત જહેમત ઊઠાવીને એપ્લિકેશનો તૈયાર કરશે.
સમારોહમાં એટલાસ સોફ્ટવેરના સીઈઓ રૉયસન રૉય, જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર શૈલેષ પંચાલ, જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્કટના યજમાન વિશ્વકર્મા સરકારી ઈજનેરી કૉલેજ (વીજીઈસી)ના પ્રિન્સીપાલ ડૉ. આર કે ગજ્જર, પ્રો. ડી.પી. મહેશ્વરી, પ્રો. ડી. ડી. માંડલીયા વગેરે ઉપસ્થિત હતા.
રૉયસન રૉયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ હેકાથોન સ્માર્ટ સીટીની થીમ પર આધારિત છે. સ્માર્ટ સીટીની રચના મુખત્વે 4 પુનઃસંસ્કરણ પર આધારિત છે. સામાજિક,સંરચનાગત, સંસ્થાકીય અને અર્થવ્યવસ્થાકીય. આ ચાર આધારોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પ્રોબ્લેમ્સનો ઉકેલ મેળવશે. તેમણે સ્ટીવ જોબ્સ અને માય્ક ઝુકરબર્ગના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીનો પોતાની ભૂલોમાંથી શીખવા અને ભવિષ્યમાં પણ યાદ રાખવાની સલાહ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વહેકમાં સ્પર્ધકો 14 અને 15 માર્ચ સતત 28 કલાક સુધી કોડીંગ કરશે. અને વિવિધ એપ્લિકેશનો વિકસાવીને સમસ્યાઓનો ઉકેલ મેળવશે.