સરકારી નોકરી ઈચ્છુકોને પાંચ વર્ષ દેશને સમર્પિત કરવા પડશે.સરકારી નોકરી મેળવવી હશે તો પહેલા સેનામાં જોડાવુ પડશે. સંસદમાં સ્ટેન્ડિંગ કમિટીએ એક પ્રસ્તાવની ભલામણ કરતા જણાવ્યુ હતુ કે, જે સરકારી નોકરીઓ ઈચ્છે છે તેમને ફરજિયાત પાંચ વર્ષ સેનામાં સરહદે સશસ્ત્ર દળોમાં જોડાવુ પડશે. આ ભલામણ સ્વીકારવા પાછળનો હેતુ સેનામાં સૈનીકોની ઘટને પૂરી કરવાનો છે.
કેન્દ્રીય નોકરીઓમાં રેલવેની પાસે 30 લાખથી વધુ કર્મચારીઓ છે, જ્યારે રાજ્ય સરકારોમાં 2 કરોડથી વધુ લોકો કાર્યરત છે. પરિણામે કર્મચારી અને તાલીમ વિભાગ આગામી દિસોમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા લોકો માટે મિલિટ્રી સર્વિસ ફરજિયાત કરવાનો વિચાર કરી રહ્યા છે.
કમિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ગેઝેટેડ ઓફિસર તરીકે સીધું જોઇનિંગ કરતા લોકો માટે પાંચ વર્ષની ફરજિયાત મિલિટ્રી સર્વિસની ભલામણ કરી છે.અામ હવે સરકારી નોકરી માટે દેશની સેવા કરવી ફરજીયાત છે.