અમેરિકી નૌ-સેનાનું યુદ્ધ વિમાન ફલોરિડાના પશ્ચિમ કાંઠે દુર્ઘટનાગ્રસ્ત થતાં બેના મોત થયા છે. એમફ/એ-18 સુપર હોરનેટ વિમાન એરપોર્ટ ખાતે ઉતરાણ કરનાર જ હતું, ત્યારે રન-વેથી અંદાજે એક માઈલ પશ્ચિમમાં પાણીમાં તૂટી પડ્યું હતું.
વિમાનના પાયલોટ અને શસ્ત્ર પ્રમાણી અધિકારીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ યુએસ નેવલ ફોર્સે બુધવારની મોડી રીતે બંનેના મોત થયા હોવાનું જણાવ્યું હતું . વિમાની દુર્ઘટના પાછળના કારણોની તપાસ શરૂ કરી દેવાઈ છે.
થોડા સમયથી અાવી દુર્ઘટનાના કિસ્સા સામે અાવ્યા છે. અેક વર્ષ પહેલા અેક અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો નોતને ભેટ્યા હતા.