ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ 9 માર્ચથી 13 માર્ચ સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તાજા સમાચાર એ છે કે મેચના પહેલા દિવસે એટલે કે 9 માર્ચે બંને દેશોના વડાપ્રધાન પણ સ્ટેડિયમમાં હાજર રહેશે અને સાથે બેસીને ક્રિકેટની મજા માણશે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ 8મી માર્ચે અમદાવાદ આવશે. અહીં પીએમ મોદી સાથે ક્રિકેટ જોયા બાદ 9 માર્ચે મુંબઈ જશે. આ પછી દિલ્હી પહોંચશે.એન્થોની અલ્બેનીઝ નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા-ભારત વાર્ષિક લીડર્સ સમિટમાં ભાગ લેશે. આ રીતે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન 8 થી 11 માર્ચ સુધી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. 2017 પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત હશે.
IND vs AUS 4થી ટેસ્ટ અમદાવાદથી LIVE
ટીમ ઈન્ડિયા ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ઈન્દોરમાં રમાયેલી ચોથી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. ઈન્દોરમાં પિચ ચર્ચામાં હતી. ટીમ ઈન્ડિયા અહીં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ અને મેચ ત્રીજા દિવસે જ ખતમ થઈ ગઈ.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમદાવાદની પિચ બેટિંગ ફ્રેન્ડલી હશે અને રનનો વરસાદ થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.