સરકાર ભલે વિકાસશીલ દેશની ગાથા ગાતી હોય, પરંતુ હજુ પણ દેશમાં અનેક વિસ્તારો એવા છે જે વિકાસથી વંચિત રહી ગયાં હોય. તાજેતરમાં જ એક અકસ્માતમાં ઘાયલ થયેલી એક મહિલાને તાત્કાલિક સારવાર માટે સહરસાના સદર હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલે આવીને જોયું તો ખબર પડી કે હોસ્પિટલમાં ન તો લાઇટ હતી કે ન કોઇ ડૉક્ટર હતા. સિવિલ સર્જનનો સંપર્ક કરવામાં આવ્યો તો માલુમ પડ્યું કે તેઓ પટના ગયા હતા અને સમયસર પરત ફરી શકે તેમ ન હતા.
ત્યારે હોસ્પિટલમાં જ કામ કરતા એક સફાઇ કર્મચારીએ ટોર્ચના પ્રકાશમાં ઘાયલ મહિલાનું ઓપરેશન કર્યું હતું. જેનો વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ઓપરેશન કરનારને પૂછવામાં આવતાં માલુમ પડ્યું કે છેલ્લા 24 કલાકથી ઓપરેશન થિયેટરમાં લાઇટ જ ન હતી.+
આ મામલે સવાલ ઉઠાવવામાં આવ્યો કે હોસ્પિટલમાં લાઇટ રહેવી જોઇએ અને ખાસ કરીને ઓપરેશન થિયેટરમાં તો 24 કલાક લાઇટ હોવી જોઇએ, અહીં લાઇટ કેમ નથી? ત્યારે માલુમ પડ્યું કે ઓપરેશન કરનાર વયક્તિ કોઇ ડૉક્ટર નહીં પણ હોસ્પિટલમાં જ કામ કરતો એક સફાઇ કર્મચારી હતો. સફાઇ કર્મચારીએ પોતાનું નામ શમ્ભુ મલિક જણાવ્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.