જેલમાં સજા કાપી રહેલા એઆઈડીએમકેના નેતા વીકે શશિકલાના પતિ એમ નટરાજનનું સોમવારે મોડી રાતે નિધન થઈ ગયું છે. તેઓ 75 વર્ષના હતા.નટરાજનને ગયા સપ્તાહે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની ગંભીર સ્થિતિને જોઈને ડોક્ટોરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા.
નટરાજનને વર્ષ 2017માં ચેન્નાઈની એક હોસ્પિટલમાં લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તે માટે શશિકલાએ પેરોલ અરજી માગી હતી. પરંતુ ઓથોરિટીએ દસ્તાવેજ અધુરા હોવાનું કહીને તેમની પેરોલ અરજી ફગાવી દીધી હતી.
નટરાજનના શરીરના ઘણો અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું અને તેના કારણે તેમનું નિધન થયું હતુ.