અમેરિકામાં વર્ષ 2017માં પ્રેસિડન્ટ પદની ચૂંટણી દરમિયાન 5 કરોડ ફેસબુક યૂઝર્સના પ્રાઇવેટ ડેટા ચોરી કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ પહેલાં ફેસબુકે પણ ટ્રમ્પને પ્રેસિડન્ટ ચૂંટણીમાં જીતમાં કથિત મદદ કરવાના આરોપમાં કેમ્બ્રિજ એનાલિટિકલને સસ્પેન્ડ કર્યા હતા.ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, બ્રિટનની ચાર ન્યૂઝ ચેનલમાં ડેટા લીકના સમાચાર દર્શાવ્યા બાદ એલેક્ઝાન્ડરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મામલો સામે આવતા જ અમેરિકા અને યુરોપ સાંસદોએ ફેસબુક ઇંક પાસે જવાબ માંગ્યો અને ઝૂકરબર્ગને હાજર રહેવાનું કહ્યું છે. આ સમાચાર બાદ ફેસબુકના 7 ટકા શેર્સ તૂટી ગયા. શેર્સની કિંમત ઘટવાના કારણે ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક જ દિવસમાં બે લાખ કરોડનું નુકસાન થયું છે.