ગુજરાતી કેટલીક ફિલ્મોને સબસિડી મળી છે તો કેટલીક ફિલ્મોને સબસિડી હજુ સુધી નથી મળી તેમની અરજીઓ હજુ સુધી પેન્ડિગ છે. ગત 2021 વર્ષની સરખામણીએ 2022માં સબસિડી ઓછી મળી રહી છે. સરકારે વર્ષમાં 21 ગુજરાતી ફિલ્મોને 6.75 કરોડ સબસિડી આપી, 128 અરજીઓ હજુ પેન્ડિંગ છે.
ફિલ્મોની સબસીડીનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો હતો. ધારાસભ્ય દિનેશ ઠાકોરે ફિલ્મોને લગતી સહાય અને સબસીડી અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં કેટલીક વિગતો ગુજરાતી ફિલ્મોની સબસિડીને લઈને પણ સામે આવી હતી.
સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવામાં આવે છે ત્યારે 2021ની સરખામણી સબસિડી અડધા કરતા પણ ઓછી આપવામાં આવી છે. કેમ કે, 2022 21 ગુજરાતી ફિલ્મોને 6.75 કરોડ સબસિડી આપવામાં આવી છે જ્યારે તેના આગળના વર્ષે એટલે કે, 2021માં 53 ફિલ્મોને 15 કરોડ 76 લાખની સબસીજી ચૂકવવામાં આવી હતી. હજુ પણ 128 અરજીઓ ફિલ્મની સબસિડી માટેની પેન્ડિંગ બોલી રહી છે. આ પ્રશ્નોના જવાબમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં આ આંકડાકીય વિગતો સામે આવી હતી.
ગુજરાતી ફિલ્મો ઘણી એવી છે કે, જે દર્શકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં સફળ સાબિત થઈ રહી છે ત્યારે કેટલીક ફિલ્મો ફ્લોપ રહેતી હોય છે. જો કે, કેટલાક સમયથી સારી એવી ગુજરાતી ફિલ્મો બની રહી છે જેનો ચાહક વર્ગ પણ વધી રહ્યો છે. ત્યારે ગુજરાતી ફિલ્મો એક સમયે ખૂબ ઓછી બનતી હતી પરંતુ અત્યારે ફિલ્મો વધી રહી છે ત્યારે સબસિડી પ્રોત્સાહન માટે આપવામાં આવે છે તો કેટલીક ફિલ્મોને સબસિડી હજુ સુધી નથી મળી તેમની અરજીઓ પેન્ડિંગ છે.
2021 ની સરખામણીમાં 2022 માં ફિલ્મ ક્ષેત્રની સહાયમાં ઘટાડો થયો છે. ગુજરાતી ફિલ્મો પ્રત્યે લોકો વધુ આકર્સાઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મોને ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. ફિલ્મ માટે સબસિડી મેળવવા માટે અરજી કરવાની હોય છે, પરંતુ ગુજરાતી ફિલ્મો માટે 128 સબસિડી અરજીઓ પેન્ડિંગ છે. 2021ની દ્રષ્ટિએ અડધી પણ સબસિડી આપવામાં નથી આવી ત્યારે અરજીઓ પણ તપાસવી જરૂરી છે.