જૂનાગઢમાં રાજ્ય કક્ષાની સિનિયર સિટીઝન મહિલાઓ માટે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 જિલ્લાના 190 વૃદ્ધ મહિલાઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 19 જિલ્લાઓની વૃદ્ધ મહિલા સ્પર્ધકો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ ક્રમે જૂનાગઢ જીલ્લો રહ્યો હતો. બીજા ક્રમે અમદાવાદ ગ્રામ્ય અને ત્રીજા ક્રમે સાબરકાંઠા જિલ્લાના મહિલા સ્પર્ધકો રહ્યા હતા પરંતુ જી-20 અંતર્ગત યોજવામાં આવેલી સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકને ફૂટી કોડી પણ આપવામાં આવી નથી માત્ર સ્પર્ધકોને રમત રમીને સંતોષ માનવો પડ્યો છે યુવાનોને પણ રસ્સા ખેંચ સ્પર્ધામાં શરમાવે તેવી રાજ્યભરની વૃદ્ધ મહિલાઓએ પોતાનું ઘડપણમાં જોમ બતાવી સૌને આશ્ચર્યચકિત કર્યા હતા સમગ્ર રાજ્યભરની તાકાતવાન મહિલાઓમાં જુનાગઢ જિલ્લાની વૃદ્ધ મહિલાઓ અવ્વલ નંબર પર રહી છે પરંતુ સરકારે વૃદ્ધ સ્પર્ધાકોનું જોમ અને જુસ્સો જોઈ પ્રોત્સાહનરૂપી કંઈક ઇનામ આપવું જોઈએ તેના બદલે સામાન્ય એવું એક ટીમ વચ્ચે 1000 રૂપિયાનું ઇનામ પણ સરકારે ન આપીશ સ્પર્ધકોની મજાક કરી એવી ચર્ચા વ્યાપી હતી.જી-20 અને વિશ્વ મહિલા ઉજવણી દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા યોગ, ચેસ, એથ્લેટીક અને રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનું ભાવનગર ચેસનું સુરત એથ્લેટિકનું અમદાવાદ અને રસ્સા ખેંચ સ્પર્ધાનું જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

