ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા સંભળાવ્યા બાદ સાબરમતી જેલમાં લવાયેલા અતિકની તબિયત નાદૂરસ્ત થતા તેનો કોરોના રીપોર્ટ કરવામાં આવશે, જો કે, તેને જેલમાં ક્વોરન્ટાઈન પણ કરવામાં આવશે. અતીકને પહેલેથી જ ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હાઈપરટેન્શન જેવી બીમારીઓ પણ છે આ કારણે તે ત્યાં ઘણી દવાઓ પણ લે છે. પ્રાપ્ત વિગતો અનુસાર અતિકનો કોરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. નેગેટિવ આવવા પર, અતીકને સીધો જ હાઈ સિક્યોરિટી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
અતિક પર પ્રથમ વખત સજા સંભળાવવામાં આવી છે આ પહેલા પણ અનેક ફરીયાદો અતિક મામલે થઈ ચૂકી છે ત્યારે તેના માટે નિયમો પણ બદલાશે.
પ્રયાગરાજથી લાવ્યા બાદ થયો હતો બેભાન
પ્રયાગરાજ બાદ સાબરમતી જેલમાં પરત ફરેલા માફિયા અતીક અહેમદને હાલ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે. પ્રયાગરાજથી પરત ફર્યા બાદથી અતીકની તબિયત સારી નથી. તેને જોતા જેલ પ્રશાસને તેની દેખરેખ વધારી દીધી છે. જ્યારે તેને તાજેતરમાં પ્રયાગરાજથી અમદાવાદ મોડી સાંજે સાબરમતી જેલમાં લવાયો ત્યારે તેણે ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. આ પછી તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. જ્યારે તે બેહોશ થઈ ગયો ત્યારે તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો.
નવી નહીં પરંતુ જૂની જેલમાં રખાશે માફીયાને
માફિયામાંથી રાજકારણી બનેલા અતીક અહેમદને આજીવન કેદની સજા થયા બાદ જેલમાં તેના માટેના નિયમો પણ બદલાશે. માફિયા અતીક અહેમદ હજુ સાબરમતી જેલની નવી જેલમાં રહેતો હતો, પરંતુ આજીવન કેદ બાદ તેને જૂની જેલમાં રાખવામાં આવશે. આ સિવાય તેની સ્થિતિ હવે અંડર ટ્રાયલથી બદલાઈને દોષિત કેદી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેના પર નવા નિયમો લાગુ થશે. જેલના કપડાં પહેરવા પડશે. તેના કપડાં અન્ય કેદીઓ જેવા હશે. આગામી દિવસોમાં તેને જેલ પ્રશાસન દ્વારા કેટલાક કામ પણ આપવામાં આવી શકે છે.
આ નંબરનો કેદી બનાવવામાં આવ્યો
જેલ પ્રશાસને તેને કેદી નંબર આપ્યો છે. અતીકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ અને તબિયત સ્વસ્થ થતાં તેને બેરેકમાં ખસેડવામાં આવશે. જેલ પ્રશાસને તેને 17052 આપ્યા છે. અતીકની ઓળખ હવે જેલમાં કેદી નંબર 17052 તરીકે થશે.