મોરબીના મહેન્દ્રનગર ગામે શોભાયાત્રામાં રથમાં બેસવા બાબતે બોલાચાલી, ૧૩ ઈસમોએ મારામારી કર્યાની ફરિયાદ
બી ડીવીઝન પોલીસે ત્રણ અજાણ્યા સહીત ૧૩ વિરુદ્ધ ફરિયાદ નોંધી
રામનવમી પર્વ નિમિતે ઠેર ઠેર ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહેન્દ્રનગર ગામે આયોજિત શોભાયાત્રામાં રથમાં બેસવા બાબતે એક ઇસમેં બોલાચાલી કર્યા બાદ ૧૩ જેટલા આરોપીઓએ યુવાન સાથે મારામારી કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રાજેશભાઈ મનસુખભાઈ શેરશીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રામનવમી નિમિતે ગ્રામજનોએ રામ ભગવાનની શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું જેમાં ફરિયાદી રાજેશભાઈ અને ગામના આગેવાનો મુખ્ય આયોજક હતા અને શોભાયાત્રા હનુમાનજી મંદિરથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા જે શોભાયાત્રા સાડા અગિયાર વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર બસ સ્ટેશન પાસે ક્રાંતિજ્યોત પાસે પહોંચી હતી ત્યારે કોઈએ રામરથમાં બેસવું નહિ તેવી જાહેરાત કરી હોવા છતાં રોયલ પાર્કમાં રહેતા રાજેશ નાનજીભાઈ ગોધવીયા રથ પર ચડ્યો હતો જેથી ફરિયાદી રાજેશભાઈ, વિપુલભાઈ વિડજાએ રથ પર બેસવાની નાં પાડતા તેને સારું લાગ્યું ના હતું અને જેમ તેમ બોલવા લાગ્યો હતો રથ તમારો એકલાનો ક્યાં છે કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો અને બાદમાં રથયાત્રા પૂર્ણ થઇ ગયા બાદ રાજેશભાઈનો ફોન આવ્યો જેમાં તું ત્યારે બહુ હોશિયારી કરતો હતો તારે બાજવું હોય તો આવી જા ચોકડી પર હું મારા મિત્રોને લાવું છું તને પતાવી દેવો છે કહીને ફોનમાં ગાળો બોલવા લાગ્યો હતો
જેથી ફરિયાદીએ ઝઘડો કરવો નથી તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો અને યુવાન બાદમાં મોરબી શોભાયાત્રામાં ગયો હતો ત્યારે ફરી રાજેશનો ફોન આવ્યો હતો અને કહેલ કે આ સારું નથી કરેલ તારે મારી માફી માંગવી પડશે તું માફી માંગીજા જેથી ફરિયાદીએ શોભાયાત્રા પૂર્ણ કરી તમારી માફી માંગી લઈશ કહ્યું હતું અને ફરીવાર રાત્રે ફોન આવ્યો હતો અને મહેન્દ્રનગર બસ સ્ટેશન પાસે બોલાવ્યો હતો જેથી ફરિયાદી તેના મિત્ર નિશાર બંને બજારમાંથી મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે ગયા હતા ત્યારે રાજેશ ગોધવીયા, જયેશ દલસાણીયા, શોકત અલી જેડા, તાજમહમદ મોવર, સહેજાદ અનવર, તોફીક સુમરા, જુસા ખાખરેચીવાળા, રાજુ પરમાર, આવી પરેચા, મનીષ નટુભાઈ, અને ત્રણ બીજા મિત્રો હતા ત્યારે ગામના જીગ્નેશભાઈ કૈલા, હાર્દિક શેરશીયા, કપિલભાઈ અને બીપીનભાઈ ગામી સહિતના હાજર હોય જેને આવી બાબતે માથાકૂટ કરો છો ચાલો સમાધાન કરી નાખીએ તેવું કહેતા રહેશે કોઈ સમાધાન નથી કરવું મારા મિત્રોને લાવ્યો છું હવે તને પૂરો કરવાનો છે કહીને ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા અને ચરી કાઢી આજે તને પતાવી દેવો છે કહીને ધમકી આપી હતી બાદમાં દેકારો થતા આરોપીઓ પોતાની ગાડીઓ લઈને નાસી ગયા હતા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી રાજેશ ગોધવીયા, જયેશ દલસાણીયા, શોકતઅલી જેડા, તાજ મહમદ મોવર, સહેજાદ અનવર, તોફીક સુમરા, જુસા ખાખરેચીવાળા, રાજુ પરમાર, અવી પરેચા, મનીષ નટુભાઈ તેમજ બીજા ત્રણેક મિત્રો રહે બધા મોરબી વાળા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે