માળિયા નેશનલ હાઈવે પર એસટી બસ અને ટ્રેઇલર અથડાયા, બસના ડ્રાઈવર-કંડકટરને ઈજા
કચ્છ-માળીયા નેશનલ હાઇવે પર એસટી બસ અને ટ્રેઇલર અથડાતા અકસ્માતની ઘટના બની હતી જે અકસ્માતમાં એસટી બસના ડ્રાઈવર અને કંડકટરને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે એસટી બસના ચાલકે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે
સાવરકુંડલાના રહેવાસી કપિલભાઈ દીલુભાઈ ખુમાણ (ઉ.વ.૩૫) રાજુલા ડેપોમાં નોકરી કરતા હોય જેઓ રાજુલા ડેપોની એસટી બસ જીજે ૧૮ ઝેડ ૨૧૬૧ રાજુલા ભુજ પાટે ચાલતા હોય છે જેમાં ગત તા. ૨૯ માર્ચના રોજ સાંજના ભુજ જવા નીકળ્યા હતા અને બસ ભુજથી અંજાર, આદિપુર, ગાંધીધામ થઈને માળિયા તરફ આવતી હોય ત્યારે રાત્રીના અગિયાર વાગ્યે હરીપર ગામની ગોલાઈ પાસે પહોંચતા એક ટ્રેઇલર રોડ પર ઉભું હોય જેની પાછળની બ્રેક લાઈટ ચાલુ ના હતી તેમજ રોડ પર રીફ્લેકટર લાઈટ કે કોઈ આડશ રાખી ના હતી જેથી નજીક જતા ટ્રેઇલર જોઈ જતા એસટી બસના ચાલકે બ્રેક મારી હતી પરંતુ એસટી બસ ટ્રેઇલરના પાછળના ઠાઠામાં અથડાઈ હતી જે અકસ્માતમાં ફરિયાદી કપિલભાઈ ખુમાણને ઈજા થઇ હતી તેમજ ખાલી સાઈડમાં બેસેલ કંડકટર અરવિંદભાઈને ડાબા હાથમાં ઈજા થઇ હતી તો બસમાં બેસેલ પેસેન્જરોને કોઈ ઈજા થઇ ના હતી
અકસ્માતને પગલે બસમાં નુકશાન થયું હતું અને બસ ચાલે તેમ ના હતી જેથી મુસાફરોને કચ્છ તરફથી આવતી બસોમાં બેસાડી દીધા હતા અને ડ્રાઈવર તેમજ કંડકટરને ઈજા થતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા ટ્રેઇલર જીજે ૧૨ બીએક્સ ૧૫૨૩ ના ચાલકે પોતાનું વાહન ટ્રાફિકને અડચણરૂપ થાય અને બીજાની જિંદગી જોખમાય તે રીતે ઉભી રાખી કોઈ સાઈન નહિ લગાવતી ઉભું રાખતા એસટી બસ ટ્રેઇલર પાછળ અથડાઈ હતી જે બનાવ મામલે માળિયા પોલીસે ટ્રેઇલર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે