વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ અને ડિગ્રી પર સવાલ ઉઠાવનાર અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની અનુસ્નાતકની ડીગ્રી અંગે માહિતી માંગવામાં આવી હતી. પીએમ મોદીની ડીગ્રી જાણકારી મામલે કેજરીવાલને દંડ હાઈકોર્ટે ફટકાર્યો છે. રુ. 25 હજાર નો દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અરવિંદ કેજરીવાલે ફરીથી પીએમ મોદીની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગને કેજરીવાલને ડીગ્રી આપવાનો આદેશ પણ રદ કરવામાં આવ્યો છે. કેજરીવાલને આ રકમ ગુજરાત કાનૂની સેવાઓમાં જમા કરાવવા આદેશ કર્યો છે.
સાત વર્ષ પહેલા અરવિંદ કેજરીવાલે RTI અરજી કરીને PM મોદીની શૈક્ષણિક માહિતી માંગી હતી. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને ગુજરાત યુનિવર્સિટીને આદેશ જારી કરીને કેજરીવાલને માંગેલી માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દેશભરમાં પીએમના શિક્ષણ પર સવાલ ઉઠાવી રહી છે.
કેજરીવાલે ટ્વીટ કરી આ વાત કહી
શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમ કેટલું ભણેલા છે? તેમણે કોર્ટમાં ડિગ્રી બતાવવાનો ઉગ્ર વિરોધ કર્યો, શા માટે? અને તેમની ડીગ્રી જોવાની માંગણી કરનારને દંડ થશે? આ શું થઈ રહ્યું છે?
અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.
(કેજરીવાલના ટ્વીટર પરથી)
અગાઉ કેજરીવાલે કહી હતી આ વાત
તાજેતરમાં જ વિધાનસભાની અંદર કેજરીવાલે પીએમ મોદીને 12મું પાસ હોવાનું જણાવ્યું હતું. કેજરીવાલે વિધાનસભાની અંદર એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી ઓછા ભણેલા પીએમ છે. દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીની એમએની ડિગ્રી સાર્વજનિક કરવાની માંગ કરી હતી. તેને એક વ્યર્થ અને ગેરમાર્ગે દોરનારી અરજી ગણાવતા ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના તે આદેશને રદ કર્યો હતો. જેમાં આરટીઆઈ હેઠળ ડિગ્રી આપવાનું જણાવાયું હતું.
જાણો શું હતો મામલો
અગાઉ, ગુજરાત હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કર્યા બાદ 9 ફેબ્રુઆરી 2023ના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. 2016માં કેન્દ્રીય માહિતી આયોગે ગુજરાત યુનિવર્સિટીને PM મોદીને RTI જેવી એમએની ડિગ્રી આપવાનો આદેશ જારી કર્યો હતો. સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશને ગુજરાત યુનિવર્સિટીને કોઈ નોટિસ આપ્યા વિના આદેશ પસાર કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ કહ્યું હતું કે મોદીએ ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી એમએની ડિગ્રી લીધી છે. કેજરીવાલે ડિગ્રીની નકલ પણ માંગી હતી. જે બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ CICના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે મોદીની ડિગ્રીની નકલ સોંપવાના આદેશ પર સ્ટે આપ્યો હતો.