જુનાગઢ એસટી વિભાગ દ્વારા પોરબંદર જિલ્લાને માધવપુર મેળા માટે 100 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે આ બસનો કબજો નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપી દેવાયો છે આ અંગે મળતી વિગત મુજબ માધવપુર ઘેડ ખાતે પાંચ દિવસ લોકમેળાનું પ્રારંભ થઈ ગયો છે પ્રથમ વખત આ મેળામાં શ્રદ્ધાળુને ફ્રી માં લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન થયું છે જે અંતર્ગત મેળા માટે અનેક જિલ્લામાંથી બસ મંગાવાઇ રહી છે જુનાગઢ એસટી વિભાગમાંથી માધવપુરના મેળા માટે પોરબંદર જિલ્લાને 100 બસની ફાળવણી કરવામાં આવી છે આમાં પોરબંદર ડેપોની 25 ઉપલેટા ડેપોની 10 માંગરોળ ડેપોની 10 જૂનાગઢ ડેપોની 15 ધોરાજી ડેપોની 10 કેશોદ ડેપોની 10 બાટવા ડેપોની 10 જેતપુર ડેપો ની 10 બસો સમાવેશ થાય છે સરકાર દ્વારા ભાવિકોને દરેક જિલ્લામાંથી એસટી બસ દ્વારા ફ્રી લઈ જવા આદેશ કરાયો છે જેને પગલે જુનાગઢ જિલ્લામાંથી પણ એસટી બસની ફાળવણી કરાય છે દરમિયાન જુનાગઢ જિલ્લામાં વિવિધ તાલુકામાંથી મળી કુલ 60 બસના 3,000 થી વધુ ભાવિકોને બે એપ્રિલના માધવપુર ખાતે લઈ જવા માટે તમામ તૈયારી જિલ્લા કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં પૂરી કરી લેવામાં આવી છે
