અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન ફિલ્મ અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત રીતે પૈસા ચૂકવવાના આરોપોની નિંદા કરી છે. ટ્રમ્પે આ આરોપોને વિચ હન્ટ ગણાવ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતી વખતે ડેમોક્રેટ્સે વિચાર્યા વિના આરોપો લગાવ્યા છે અને સંપૂર્ણપણે નિર્દોષ વ્યક્તિને દોષી ઠેરવ્યા છે. તેણે એવું કામ કર્યું છે, જેની કલ્પના પણ કરી શકાતી નથી.
‘દેશના ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી’
મની હશ સંબંધિત એક કેસના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટી રાજકીય ઉત્પીડન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ છે. અહીંના ડાબેરી ડેમોક્રેટ્સ દેશના મહેનતું સ્ત્રી-પુરુષોના દુશ્મન છે. મેક અમેરિકા ગ્રેટ અગેઇન ચળવળને નષ્ટ કરવા માટે તેઓએ વિચ-હન્ટ કર્યું છે. આપણા દેશના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય બન્યું નથી. ડેમોક્રેટ્સે દાયકાઓમાં અસંખ્ય વખત છેતરપિંડી કરી છે. તેઓએ મારી જાસૂસી કરી. તેઓએ મને સજા કરવા માટે ન્યાયિક પ્રણાલીનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. ન્યુયોર્ક સિટીમાં મેનહટન ડીએ એલ્વિન બ્રેગમાં બનતા ગુનાઓને રોકવાને બદલે બાઇડેન ગંદા કામ કરી રહ્યા છે.
ટ્રમ્પ કોર્ટમાં આત્મસમર્પણ કરી શકે છે
એક સમાચાર એજન્સીએ જણાવ્યું કે, તેમના વકીલ, સુસાન નેચેલ્સ અને જોસેફ ટૈકોપિનાએ જણાવ્યું હતું કે તેઓ આ આરોપો સામે લડશે. ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ છે જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે વર્ષ 2016માં ટ્રમ્પે પોર્ન ફિલ્મ એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સને શારીરિક સંબંધો છુપાવવા માટે 1 કરોડ 13 લાખ રૂપિયા આપ્યા હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આવતા અઠવાડિયે મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં જઈને આત્મસમર્પણ કરી શકે છે.