આપના નેતાઓ તોફાની છે અમે તેમની સાથે ડીબેટ કરવા ઈચ્છતા નહોતા અને જો હું પણ જિલ્લાના કાર્યકરો અને મીડિયા વચ્ચે ડીબેટ કરવા માટે હું તૈયાર છું. એમ બીજેપી નેતા મનસુખ વસાવાએ કહ્યું હતું.
નર્મદા જિલ્લાનું રાજકારણ ધારાસભ્ય અને એમપીને લઈને ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે આપ નેતા ચૈતર વસાવા અને મનસુખ વસાવાની આજે ડીબેટ થાય તેવી શક્યતા હતી પરંતુ તંત્ર તરફથી જાહેરમાં તેની મંજૂરી આપવામાં આવી નહોતી. છેવટે ડીબેટ મોકુફ રહેતા મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું હતું. .
ધારાસભ્ય ચૈતર વસાવા અને એમપી મનસુખ વસાવા વચ્ચેની નર્મદામાં યોજાનાર ડીબેટ આજે મોકુફ રાખવામાં આવી છે. તમામ કાર્યકરો વચ્ચે ડીબેટ થાય તેવી શરત પણ મૂકવામાં આવી હતી. આ મુદ્દે નર્મદા જિલ્લાનું રાજકારણ એમપી અને ધારાસભ્ય વચ્ચે ગરમાયું હતું. ત્યારે આ મામલે ફરી એકવાર એમપી મનસુખ વસાવાની પ્રતિક્રીયા સામે આવી હતી.
આપના નેતાઓ તોફાની, તોફાની સાથે અમે ડીબેટ કરવા નહોતા માગતા
બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણની શક્યતા હતી. કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી તંત્રએ મંજૂરી ના આપી, આ સાથે વસાવાએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એક જવાબદાર રાજકીય પક્ષ છે. આ ઉપરાંત એમ પણ કહ્યું હતું કે, આપ પાર્ટીના નેતાઓ તોફાની છે. આવા તોફાની નેતાઓ સાથે અમે ડિબેટ કરવા નહોતા માગતા હતા.
ડીબેટ કરવાને લઈને ફરી મનસુખ વસાવાએ કહી આ વાત
આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો ધારાસભ્ય ચૈતર તૈયાર હોય તો હું પણ ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છું. આ સાથે તેમણે એમ પણ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, માત્ર જિલ્લાના કાર્યકરો અને મીડિયાની હાજરીમાં ચર્ચા માટે હું તૈયાર છું. આ ઉપરાંત આપ નેતાઓ પર ગંભીર આરોપ પણ તેમણે મીડિયા સમક્ષ આપેલી પ્રતિક્રીયા દરમિયાન લગાવ્યા હતા.